ગુજરાતના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર અને તાલીમ દ્વારા સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં હોવાથી જામનગર જિલ્લા ખાતે તાલીમવર્ગનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમ વર્ગના સમગ્ર સંચાલન માટે ૩૦ દિવસ માટે કરાર આધારિત કામગીરી માટે રૂ.૨૦,૦૦૦ના ફીક્સ વેતનથી કોર્ડીનેટરની નિમણુંક કરવામાં આવનાર છે. તે માટે સંરક્ષણદળ/પોલીસ/તાલીમ અને રોજગાર ખાતાના સંલગ્ન કામગીરીના અનુભવી અથવા કોઇપણ પ્રવાહમાં સ્નાતક થયેલ પુરુષ ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. આ માટેના અરજી પત્રકો રોજગાર કચેરી, જામનગર ખાતેથી મેળવી સંપૂર્ણ રીતે ભરી જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે રોજગાર કચેરી જામનગર ખાતે તા.૧૨/૦૮/૨૦૨૨ સુધી જમા કરાવી શકશે. આ પછી આવેલ અરજી પત્રકો સ્વીકારવામાં આવશે નહી તેમ રોજગાર અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
