Gujarat

લીમડાને આયુર્વેદમાં નીમ નારાયણ કહેવામાં આવે છે. તે અનેક રોગોથી લઇને કેન્સર જેવા અસાધ્ય રોગોમાં ઘણો લાભદાયક છે.

ગિરગઢડા
 ભરત ગંગદેવ…
લીમડાને આયુર્વેદમાં નીમ નારાયણ કહેવામાં આવે છે. તે અનેક રોગોથી લઇને કેન્સર જેવા અસાધ્ય રોગોમાં ઘણો લાભદાયક છે. આદીકાળથી અનેક વિદ્ધવાન લોકોએ લીમડાના રસ ને અનુભવ્યો છે, કે જે અનેક રોગોમા કોઈ બીજી  દવા કામ ન કરે ત્યારે આયુર્વેદ ઉપચાર અનુસાર લીમડાના ચરણોમાં જવાથી સારા થઇ શક્યા છે.
ચૈત્ર માસમાં લીમડાનો રસ પીવાથી બધીજ બિમારી માંથી મુક્તિ મેળવવા નો આર્યોવેદીક ઉપચાર સમાન છે
ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ માં  લોહાણા મહાજન વેરાવળ ના પ્રમુખ  વિક્રમભાઈ તન્ના ના ઉપક્રમે લીમડા સેવા ગ્રુપ છેલ્લા 18 વર્ષે થી દર વર્ષે ચૈત્ર માસમાં લીમડાના રસ વિતરણ નિ -શુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં લીમડા ના પાન ને સાફ કરી મશીન દ્રારા સર ત્યાર કરવામાં આવે છે જેમા સવારે 4:00 વાગ્યે થી ગ્રુપ ના સેવાકીય સભ્યો અથાગ મહેનતથી લીમડાના રસ બનાવવામા આવે છે. જે સેવા આ વર્ષો પણ રાબેતા મુજબ તારીખ 02/04/22 થી સરૂ કરવામાં આવી છે.
 વેરાવળના આર્યોવેદીક પ્રેમી નગરજનોએ સવારે 7:00 થી 9:00 સુધી  લોહાણા મહાજન વાડી વેરાવળ ખાતે લીમડાના રસનો લાભ લેવા લીમડા રસ સેવા ગ્રુપ દ્રારા જણાવાયું છે.
 લીમડા રસ સેવા ગ્રુપ
 વિક્રમભાઈ તન્ના પ્રમુખ, બાબુભાઈ કે કૂહાડા, કરશનભાઈ આંજણી, રવિન્દ્ર ગૌસ્વામી, નરોત્તમભાઈ આર. જેઠવા, કરશનભાઈ જેઠવા, ભરતભાઈ સોનિ, હરેશભાઈ શાહ, હીરેનભાઈ રાયકગર, હરીભાઈ મસાણી, ચુનિભાઈ ભેસલા, રાજુભાઇ આંજણી, મુકેશભાઈ પ્રભાત લોન્ડ્રી, જયેશભાઇ ભેસલા, મુકેશભાઈ ચંદે (બાવ),બડાભાઈ રાયઠ્ઠઠા, કરશનભાઈ તન્ના, ગોપાલભાઈ ધોબી છેલ્લા 18 વર્ષે થી અવરીતપણે સેવા આપે છે. અનિષ રાચ્છ નિ સેવાકીય પ્રવૃત્તિઓ નિ અખબારી યાદી માં જણાવ્યું છે.

IMG-20220402-WA0195.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *