ગિરગઢડા
ભરત ગંગદેવ…
નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ (NOPRUF), ગુજરાત યુનિટ દ્વારા ગુજરાતના લાખો કર્મચારીઓ માટે કાળા કાયદા સામાન નવી પેન્શન યોજના ૧લી, એપ્રિલ, ૨૦૦૫ના રોજ ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવેલ હોય, ૧લી એપ્રિલ, ૨૦૨૨ના દિવસને કાળા દિવસ તરીકે મનાવવાનું જાહેર કરવામાં આવેલ હતું. ગીર સોમનાથ જીલ્લામાં ન્યાયખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓના મંડળ દ્વારા નવી પેન્શન યોજનાના વિરોધમાં અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં ગીર સોમનાથ જીલ્લા ન્યાયખાતા કર્મચારી મંડળના પ્રમુખ અને NOPRUF, ગુજરાતના જનરલ સેક્રેટરી શ્રી આશિષ કુહાડીયા, ઉપપ્રમુખ શ્રી વી. કે. શુક્લ, સેક્રેટરી શ્રી પી. આર. ખેરડીયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
Attachments area


