Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપર દ્વારા જેતપરપાવી પો સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લાં પાંચ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

 ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ કાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એચ.એચ.રાઉલજી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે જેતપુરપાવી પો.સ્ટે. થર્ડ ગુ.ર.ન ૦૧/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ એ ઇ, ૬૬ (૧) બી, ૮૧ મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી છોટાઉદેપુર ટાઉનમાં આવેલ છે જેથી એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા બાતમી મુજબના ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. જે સંબંધે જેતપુરપાવી પો.સ્ટે. ખાતે પણ જાણ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220211-171712_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *