Gujarat

વડોદરાના કાવિઠામાં એશ્રા પટેલ પર મહિલા સરપંચ, પતિ અને પુત્ર દ્વારા હુમલો કરાયો

વડોદરા
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોડલ એશ્રા પટેલ હારી ગઇ હતી. આ દરમિયાન જ એશ્રાએ હરીફ ઉમેદવાર જ્યોતિબેનના પતિ મનુભાઇએ એટ્રોસિટી એક્ટની પોલીસ ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં મોડલ એશ્રા પટેલનાં માતા-પિતા સહિત ૧૨ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક મતદારના આધારકાર્ડ પર હરીફ ઉમેદવારના પતિને શંકા જતાં ચૂંટણી અધિકારીને રજૂઆત કરીને મત આપવા દીધો નહોતો. ત્યાર બાદ મતદાન મથકની બહાર એશ્રા પટેલ સહિત ૧૨ લોકોએ હરીફ ઉમેદવારના પતિ અને પુત્રને જાહેરમાં જાતિવિષયક અપમાન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગામની ગ્રામસભામાં મોડેલ એશ્રા પટેલ પર હુમલો થતાં મહિલા સરપંચ, તેમના પતિ અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મોડેલ એશ્રા પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, મહિલા સરપંચ જ્યોતિબેનના પતિ મનુભાઇ સોલંકી ર્નિવસ્ત્ર કરવા ઇરાદે મારી ઓઢણી ખેંચવા લાગ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે, ડિસેમ્બર મહિનામાં યોજાયેલી ગ્રામ પંયાયતની ચૂંટણીમાં એશ્રા પટેલ સરપંચ પદે ચૂંટણી લડી હતી. જેમાં એશ્રા પટેલ ચૂંટણીમાં તેની હાર થઇ હતી. તે સમયે એશ્રા પટેલના હરીફ ઉમેદવારના પતિ-પુત્રને જાનથી મારવા ધમકી આપવા બદલ એશ્રા પટેલ સહિત ૧૨ લોકો સામે પણ ફરિયાદ નોંધાઇ હતી. ૨૪ એપ્રિલના રોજ ગ્રામ પંચાયત ઘરમાં ગ્રામ સભા રાખી હોવાથી હું ત્યાં ગઇ હતી. તે વખતે ગામના સરપંચ જ્યોતિબેન સોલંકી, તેમના પતિ મનોજભાઇ ઉર્ફે મનુભાઇ , તેમનો પુત્ર અજય સહિતના સભ્યો અને ગ્રામજનો હાજર હતા. તે સમયે ગામમાં ૬ પાણીના ટેન્કરો હોવા છતાં પાણીના ટેન્કરો ન આપવા બાબતે મેં સરપંચ અને તલાટીને પ્રશ્ન પૂછ્યો હતો. જેથી સરપંચના પતિ મનુભાઇએ કહ્યું હતું કે, ટેન્કરો બીજા ગામમાં આપ્યા છે અને બીજા બગડેલા છે. ત્યાર બાદ કાવિઠા ગ્રામ પંતાયતના ઝાભ, ચંદાનગર અને કાવિઠા ગામમાં જરૂરિયાત મંદ ગરીબ લોકોને આવાસ મળે તેવી મેં રજૂઆત કરી હતી. મેં એમ પણ કહ્યું હતું કે, તમારા માણસોને જમીન અને ઘર હોવા છતાં મકાનો બનાવી આપ્યા છે અને ગામમાં જેને મકાન કે જમીન નથી, તેમને કેમ આવાસ યોજનાના મકાન મળતા નથી. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ઉપરથી મંજૂર થઇને આવેલા છે. મહાનુભાવોના જન્મદિવસની ઉજવણી બાબતે સરપંચના પતિ મનુભાઇ સોલંકી કહ્યું હતું કે, ડો. બાબસાહેબ આંબેડકર ઉજળીયાતોને નથી પસંદ, જેના જવાબમાં એશ્રા પટેલે કહ્યું હતું કે, તમે ઉજળીયાતોનું કેમ ખોટુ બોલો છો અને ગાંધી જયંતી આવી રહી છે, તો તમે કેમ વિરોધ કરો છો. તેમ કહેતા મનુભાઇએ કહ્યું હતું કે, તું માપમાં રે નહીં તો તને જાેઇ લઇશ. એશ્રા પટેલે કહ્યું હતું કે, ગાંધીજીએ દેશને આઝાદ કરાવ્યા છે. તેમનો વિરોધ કેમ? તેમ કહેતા મનુભાઇ સોલંકી ઉશ્કેરાઇ ગયા હતા અને મનુભાઇ, તેમના પત્ની જ્યોતિબેન ઉભા થઇને એશ્રા પટેલને મારવા માટે ધસી ગયા હતા. એશ્રા બચવા માટે ઉભી થતાં જ્યોતિબેને તેને હાથથી ધક્કા માર્યા હતા. મનુભાઇએ મને ર્નિવસ્ત્ર કરવા ઇરાદે મારી ઓઢણી ખેંચવા લાગ્યા હતા અને તે વખતે તેમનો પુત્ર અજય પણ ત્યાં ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, બધા ભેગા થઇને એને મારો. ત્રણેયે ભેગા થઇને મને ધક્કો મારીને જ્યોતિબેન મને ડાબા હાથ પર નખ મારવા લાગ્યા હતા. તે દરમિયાન કૈલાશબેન નાયક અને બીજા લોકો મને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા અને મને છોડાવી હતી. હું ઇજાગ્રસ્ત હોવાથી મને સારવાર માટે સંખેડાના સરકારી દવાખાનામાં સારવાર કરાવી હતી.

Attack-on-Ashra-Patel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *