Gujarat

વડોદરાના નાગરિકોએ આક્ષેપ સાથે કલેકટરને રજૂઆત કરી

વડોદરા
થોડા સમય પહેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેની દેશવ્યાપી ભરતી પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે આપેલ જાહેરાતમાં જણાવ્યું હતું કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જુદા-જુદા રાજ્યોમાં ખાલી જગ્યાઓ માટે જુનિયર ઓસોસિયેટ તરીકે નિમણૂક માટે લાયક ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. આ માટે ઉમેદવાર માત્ર એક જ રાજ્યની ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકશે અને તે જે રાજ્યની ખાલી જગ્યાઓ માટે અરજી કરશે તે રાજ્યની સ્થાનિક ભાષામાં વાચન, લેખન અને બોલવામાં નિપુણ હોવા જાેઇએ. તે માટેની સ્થાનિક ભાષા નિપુણતા ચકાસવા માટે ઓનલાઇન મુખ્ય પરીક્ષામાં પાસ થયા પછી અને બેંકમાં જાેડાતા પહેલા તેની કસોટી લેવામાં આવશે. સ્પષ્ટ નિર્દેશ હાવા છતાં તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદ સર્કલમાં પસંદ થયેલા મોટાભાગના ઉમેદવારોને સ્થાનિક ભાષા ગુજરાતીની જાણકારી નથી તેમ છતાં તેમની પસંદગી કરી નિમણૂકના હુકમો આપી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં જે ૬૬૦ ઉમેદવારની ભરતી થઇ છે તેમાં ફક્ત ૧૫થી ૨૦ ટકા જ ગુજરાત રાજ્યના નાગરિક છે. બાકીના ૮૦થી ૮૫ ટકા અન્ય રાજ્યના છે. એક વખત આપણે માની લઇએ કે ગુજરાતના પડોસી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રના લોકોને ગુજરાતી આવડતી હોય કે સમજણ પડતી હોય પણ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓરસ્સા કે ઝારખંડના લોકો ગુજરાતી ભાષામાં નિપુણ હોય તે વાત જરા ગળે ઉતરતી નથી. આમ પ્રથમ દ્રષ્ટિએ લોકલ લેંગ્વેજ ટેસ્ટમાં મોટાપાયે ગેરરીતિઓ થઇ હોય તેની શક્યતા છે. બેંકમાં જ્યારે સ્થાનિક ગ્રાહકો જાય ત્યારે જાે સામેના ક્લાર્કને સ્થાનિક ભાષા ન આવડતી હોય તો બેકિંગના રોજબરોજના કામોમાં મુશ્કેલી પડે. આ બાબતે અમે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સાથે મુલાકાત કરી હતી. રંજનબેને આશ્વાસન આપ્યું છે કે, આ બાબતે તેઓ નાણામંત્રી નર્મલા સિતારમનને રજૂઆત કરશે અને જરૂર પડશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સંસદમાં ઝીરો અવર્સમાં પણ રજૂઆત કરશે.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ સર્કલમાં જુનિયર એસોસિયેટ્‌સ (ક્લાર્ક)ની ભરતીમાં ગેરરીતિઓ અને સ્થાનિક ભાષામાં નિપુણ ન હોય તેવા ઉમેદવારની પસંદ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વડોદરાના નાગરીકોએ કલેક્ટરને આવદેનપત્ર આપ્યું છે. આવેદનકારોની માંગણી છે કે, જાે ક્લાર્કને સ્થાનિક ભાષા ન આવડતી હોય તો ગ્રાહકોને રોજબરોજના બેંકિંગના કામોમાં મુશ્કેલી અનુભવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *