Gujarat

વડોદરામાં ૯ દિવસમાં ૯ ગણા કોરોનાના કેસ વધ્યા

વડોદરા
વડોદરા શહેરમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. શહેરમાં સોમવારે ઓમિક્રોનના નવા ૪ કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા ૩૬ કલાકમાં શહેરમાં કોરોનાના ૮૭ કેસ નોંધાયા છે. જ્યારે ૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જાે કે શહેરમાં કોરોનાથી એકપણ મોત નોંધાયુ નથી. વડોદરા શહેરમાં સોમવારે જેતલપુર, નવાપુરા, કિશનવાડી, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, સુભાનપુરા, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, ગોકુલનગર, વડસર, પુનીયાદ, ખાનપુરમાં કોરોનાના કેસ નોંધાયા હતા. શહેરમાં હાલ ૪૮૫ લોકો હોમ ક્વોરન્ટીન છે. તેમજ કોરોનાના ૩૫૯ એક્ટિવ કેસ છે. જેમાંથી ૩૪૩ની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે ૧૨ દર્દીઓ ઓક્સિજન પર અને ૪ દર્દીઓ વેન્ટીલેટર પર છે. વડોદરામાં કેન્યાથી આણંદ આવેલ અને વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રોકાયેલ એક પુરુષ અને એક કિશોરનો ગત ૨૫ તારીખના રોજ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જાે કે આણંદ ખાતે તેઓએ ૨ જાન્યુઆરીના રોજ રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી તેઓ કેન્યા પણ પરત ફરી ગયા હતાં. જાે કે આજે તે બંનેનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ઘાનાથી વડોદરાના વડસર વિસ્તારમાં આવેલ પુરુષ અને ફ્રાન્સથી શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ પુરુષનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી શાળાના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવાના કેસ સતત વધી રહ્યા છે. વડોદરા શહેરમાં બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષિકા કોરોનાથી સંક્રમિત બન્યા છે. માંજલપુર ખાતે આવેલી પ્રિન્સ અશોકરાજે સ્કૂલમાં અભ્યાસ કરતો ધો-૯નો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. આજવા રોડ ખાતે આવેલી રોયલ સ્કૂલમાં અભ્યાસ કરતો ધો-૧૧ સાયન્સનો વિદ્યાર્થી પણ કોરોના સંક્રમિત થયો છે. તો બીજી તરફ પોલોગ્રાઉન્ડ ખાતે આવેલી એક સ્કૂલની શિક્ષિકાને થોડા દિવસો પહેલા શરદી, ખાંસી, તાવ વગેરે જેવા લક્ષણો સાથે બીમારી સપડાયા હતા. જેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૯૫૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૪૨ પશ્ચિમ ઝોનમાં ૧૨,૨૮૮, ઉત્તર ઝોનમાં ૧૧,૯૫૯, દક્ષિણ ઝોનમાં ૧૧,૯૪૨, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૩૪ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૮૭ કેસ નોંધાયા છે. આમ કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાઇ ગયું છે. કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૯૫૭ ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૯૭૫ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે. વડોદરા શહેરમાં માત્ર ૯ દિવસમાં કોરોનાના કેસ ૯ ગણા થઇ ગયા, ૨૬ ડિસેમ્બરે ૧૦ કેસ નોંધાયા હતા, જે ગઇકાલે ૩ જાન્યુઆરીએ ૮૭ કેસ નોંધાયા હતા.

Coronavirus.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *