વલસાડ
સુરતના હજીરાથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં બીજા ફેઝની સાગર પરિક્રમા યાત્રા આવી પહોંચી હતી. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીના કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા યાત્રાની પુર્ણાહુતી પ્રસંગે ઉમરગામના ઘોડીપાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. જાેકે, હજીરાથી દમણ સુધીનો દરિયો રફ બનતા રૂપાલા ૪ કલાક મોડાં આવ્યા હતાં. તેમ છતાં કાર્યક્રમમાં ઉપસ્થિત માછીમારોની ધીરજ અને સ્વાગતને જાેઈ આભાર પ્રગટ કર્યો હતો ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સાગર પરિક્રમા યાત્રા ૨૦૨૨ની પુર્ણાહુતી પ્રસંગે કેન્દ્રીય પ્રધાન રૂપાલા ઉપસ્થિત રહ્યા હતાં. દરિયો રફ બનતા ૪ કલાક મોડા આવેલા રૂપાલાએ દરિયામાં માછીમારો કેવી મુશ્કેલી સહન કરે છે. તેનો પ્રત્યક્ષ અનુભવ થયો હોવાની વાત કહી સરકારની યોજનાઓને માછીમારો સુધી પહોંચાડવામાં માછીમાર સમાજના પટેલોની મહત્વની ભૂમિકા સાબિત થઈ શકે છે. તેની પ્રતીતિ થઈ હોવાનું જણાવ્યું હતું. તો આગામી વિધાનસભાને લઈને કોંગ્રેસ-આપ પર પ્રહારો કર્યા હતાં. જ્યારે રાજ્યમાં ચાલી રહેલા આંદોલનમાં ૨ પ્રકારના આંદોલન હોવાનું અને તેમાં સરકારી કર્મચારીઓ સરકારના હાથ પગ હોવાનું તેમજ અન્ય સમાજના આંદોલન સાડા ચાર વર્ષે ચૂંટણી ટાણે જ ઉભા થયા હોય તે સમાજ માટે નહીં પરંતુ પોતાના હિત માટે હોવાનું જણાવ્યું હતું. હજીરાથી જહાજમાં સાગર પરિક્રમા માટે નીકળેલા રૂપાલાનું જહાજ દમણ નજીક જેટી પર આવે તે પહેલાં ઓટ આવી જતા માછીમારોની બોટમાં ૪ કલાક કાંઠે આવ્યા બાદ દમણથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડિપાડા ખાતે આવી માછીમારોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રૂપાલાએ બીજા તબક્કાની આ યાત્રામાં ખૂબ મોડું થયું તે બદલ ધીરજ અને રાહ જાેઈ મોડી રાત સુધી હાજર રહેલા માછીમારોનો આભાર માન્યો હતો. મોડું થવા અંગે દરિયાની ભરતી અને ઓટ અંગે મળેલી જાણકારીથી પ્રભાવિત થઈ રૂપાલાએ માછીમારોને ટકોર કરી હતી કે, માછીમારો દરિયો ખેડવા જાય ત્યારે શું થાય તે સમજાયું છે. આ સાગર પરિક્રમા યાત્રામાં ફિશરીઝ વિભાગના રાજ્ય પ્રધાન જીતુ ચૌધરી અને નાણાપ્રધાન કનુ દેસાઈ પણ તેમની સાથે જાેડાયા હતા. જે માટે તેમનો આભાર માનતા રૂપાલાએ જણાવ્યું હતું કે, આ પહેલા એવા રાજ્ય પ્રધાનો છે. ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના વિશાળ દરિયા કિનારો જાળવવા માટે માછીમાર સમાજને અભિનંદન પાઠવ્યા હતા. યાત્રા દરમિયાન દરિયા કિનારે વસતા માછીમાર સમાજમાં પટેલોની વર્ષો જુની પરંપરા અંગે અને તેનો ફાયદો સરકારની યોજનામાં લઈ શકાય તે અંગેની જાણકારી આપી હતી. માછીમારોને સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. માછીમાર સમાજ ૮ હજાર કિ.મીમાં વસતો મુખ્ય સમાજ છે. સાગર ખેડી વિદેશની સફર કરતો સાહસીક સમાજ છે. ફૂડ સિક્યોરિટીમાં અગત્યનું યોગદાન આપતો સમાજ છે. વડાપ્રધાન મોદીએ આ મહત્વના એવા મત્સ્ય વિભાગને સ્વતંત્ર દરજ્જાે આપ્યો છે. પહેલા ૨૦૦૦ કરોડનું બજેટ હતું. જે નવો વિભાગ રચાયા બાદ ૨૦ હજાર કરોડની યોજના જાહેર કરી છે. જે સૌથી મોટી યોજના છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ૧૫ હજાર કરોડની રકમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપી છે. કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો બાદ માછીમારોને આપવાનો ર્નિણય કર્યો છે. ૨ લાખનું ધિરાણ મળે છે. માછીમારો માટે ગુજરાતમાં જ આ વ્યવસ્થા છે. જેને ડબલ એન્જીનની સરકાર કહેવાય છે. તેવું રૂપાલાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું. સરકારની યોજના અંગે માછીમારોને જાણકારી આપી શકાય તે ઉદ્દેશ્ય આ યાત્રાનો હોવાનું જણાવી રૂપાલા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હાથે લાભાર્થીઓને વિવિધ લાભ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકર, વલસાડના ધારાસભ્ય સહિત અન્ય અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ સરકારની વિવિધ યોજનાઓ અને તે અંગે કરેલી પહેલ તેમજ આવનારા દિવસોમાં થનારા વિકાસના કામોની રૂપરેખા રજૂ કરી હતી.


