વલસાડ
મૌસુર અજમેર એક્સપ્રેસ ટ્રેનમાં એસ-૪ કોચમાં બેંગલુરૂના મુમતાઝબેન યાત્રા કરી રહ્યા હતા. વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન આવી પહોંચતા મુમતાઝબેન પ્લેટફોર્મ ઉપર ચા લેવા ઉતર્યા હતા. સ્ટ્રોલ ઉપર સામાન ખરીદવા યાત્રીઓની ભીડ જામી હતી. મુમતાઝબેન ચા લઈને ટ્રેન તરફ આવી રહ્યા હતા. જે દરમિયાન ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. મુમતાઝબેન ચાલુ ટ્રેને કોચમાં ચઢવા જતા મુમતાઝબેને શરીરનું બેલેન્સ ગુમાવ્યું હતું. જેમાં ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે મુમતાઝબેન આવી ગયા હતા. ઘટનાને લઈને પ્લેટફોર્મ ઉપર બુમાબુમ થતા એક જાગૃત યાત્રીએ ટ્રેનની ચેન ખેંચી ટ્રેનને અટકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જાેકે, મુમતાઝબેનને ગંભીર ઇજાઓ પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ વલસાડ રેલવે સ્ટેશનન સ્ટેશન માસ્તરને થતા ૧૦૮ની ટીમની મદદ લેવામાં આવી હતી. મુમતાઝબેનને થયેલી ગંભીર ઇજાઓને લઈને વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વલસાડ જીઆરપીની ટીમને થતા જીઆરપીની ટીમે લાશનો કબ્જાે મેળવી લાશનું પીએમ કરવી આગળની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે જીઆરપીની ટીમે વૃદ્ધાના પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી.મૈસુર અજમેર એક્સપ્રેસ ટ્રેનના એસ-૪ કોચમાં યાત્રા કરતા વૃદ્ધા વલસાડ રેલવે સ્ટેશન આવતા પ્લેટફોર્મ ઉપર આવેલી સ્ટોલ ઉપર ચા લેવા ગયા હતા. ચા લઈ પરત ફરતા ચાલુ ટ્રેને કોચમાં બેસવા જતા વૃદ્ધાનો પગ સ્લીપ થતા વૃદ્ધા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં પટકાઈ ગયા હતા. ટ્રેનનું પૈડું વૃદ્ધા ઉપર ફરિવળતા વૃદ્ધાને થયેલી ગંભીર ઇજાઓને લઈને વૃદ્ધાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.


