Gujarat

વલસાડમાં પીએસઆઈ યેશા પટેલ એસીબીની કચેરીએ હાજર થઈ

વલસાડ
ઘણા સમયથી લાંચ કેસની વોન્ટેડ ફરાર હતી અચાનક એસીબીની કચેરીએ હાજર થતાં અનેક સવાલો ઉભા થયા. વલસાડ એલસીબીએ ધરમપુર ચોકડી પાસેથી એક દારૂના કેસમાં સેલવાસની એક વાઈનશોપના માલિકના દીકરાનું નામ ખુલ્યું હતું. જેને લઈ પીએસઆઈ યેશા પટેલે ૪ લાખની માંગણી કરી હતી. તે કેસમાં વાઇન શોપ સંચાલકે એસીબીની ટીમનો સંપર્ક કરતા અમદાવાદ એસીબીની ટીમે ૧૭ નવેમ્બરના રોજ વલસાડ મામલતદાર કચેરી બહાર લાંચનું છટકું ગોઠવ્યું હતું. ત્યારે વલસાડ સીટી પોલીસના પીએસઆઈ વતી વકીલ ભરત યાદવને લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો. એસીબીની ટ્રેપ થઈ હોવાની જાણ યેશા પટેલને થતા યેશા પટેલ પોલીસ મથકથી ફરાર થઇ ગઇ હતી. તે કેસમાં ૪ માસ બાદ લાંચ કેસના આરોપી પીએસઆઈ યેશા પટેલ આજરોજ સવારે એસીબી સમક્ષ હાજર થયા હતા. એસીબીની ટીમે પીએસઆઈ યેશા પટેલનું નેવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ એલસીબીની ટીમે ધરમપુર ચોકડી પાસેથી ઝડપેલા એક દારૂના કેસની એફઆઈઆર વલસાડ સીટી પોલીસ મથકે નોંધાવી હતી. જેની તપાસ પારડી પોલીસને સોંપવામાં આવી હતી. તે કેસમાં વલસાડ ચાર્જશીટ બાદ વલસાડ સીટી પોલીસ મથકના પીએસઆઈ યેશા પટેલે કેસના વોન્ટેડ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા આરોપીએ સેલવાસના એક વાઇનશોપ સંચાલકના દીકરાનું નામ ખુલ્યું હતું. વાઈનશોપ સંચાલકનું નામ ખુંલતા યેશા પટેલે વાઇન સોંપ સંચાલકના દીકરાને નોટિસ પાઠવી પોલીસ મથકે હજાર થવા સૂચના આપી હતી. વાઈનશોપ સંચાલકના દીકરાને હેરાન ન કરવા માટે રૂ. ૪ લાખની માંગણી કરી હતી. તે કેસમાં વાઈનશોપ સંચાલકે એસીબીનો સંપર્ક કર્યો હતો. તે કેસમાં અમદાવાદ એસીબીની ટીમે ૧૭ નવેમ્બરના રોજ વલસાડ મામલતદાર કચેરી બહાર લાંચનું છટકું ગોઠવ્યું હતું. તે લાંચના છટકામાં પીએસઆઈ યેશા પટેલ વતી વકીલ ભરત યાદવ લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો. ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસ મથકના પીએસઆઈ યેશા પટેલને થતા યેશા પટેલ ફરાર થઇ ગઈ હતી. ૪ માસ વોન્ટેડ રહ્યા બાદ આજરોજ વલસાડ એસીબીની ટીમ સમક્ષ હાજર થઈ હતી. વલસાડ એસીબીની ટીમે યેશા પટેલની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *