તા.૨૭/૦૧/૨૦૨૨ થી તા.૨૯/૧/૨૦૨૨ દિવસ-૦૩ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં આસિસ્ટન્ટ કમાન્ડીંગ ઓફીસરશ્રી, સી.આઇ.એસ.એફ. યુનિટ એસ.ટી.પી.એસ. સિક્કા (ગુજરાત) દ્વારા ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
દિવ્યા ત્રિવેદી
