Gujarat

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક સર્કલ પાસે આ હરતી ફરતી પાથરણાવાળાઓ પાસેથી પણ થોડી ખરીદી તો અવશ્ય કરવી જોઈએ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હા ભવ્ય ઝાકમઝોળ વાળા મોલમાં ભલે ખરીદી કરીએ પરંતુ રસ્તા ઉપર માત્ર પેટિયું રળતાં આવાં ફૂટપાથ પર વેચાતી ચીજવસ્તુઓ પણ ખરીદવી જેથી તેનું પણ ગુજરાન ચાલે. હા આ પાથરણાં પાથરીને ચીજવસ્તુઓ વેચતાં લોકો પણ જીએસટી તો ચૂકવતાં જ હશે ને? બાકી આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ જેવાં શબ્દોનો મર્મ પણ આ ફૂટપાથ પર પાથરણું પાથરીને બેપૈસો રળતાં આવાં અનેક કુટુંબોને તો સપનાંમાં પણ આ વાઈબ્રન્ટનાં નારાં રોટી સ્વરૂપે જ સંભળાતાં હશે ને? . એમાં પણ હવે આ કપરો કાળ, મોંઘવારીની માયાજાળ.. ખરેખર ખૂબ દોહ્યલું તો છે જ જીવન વ્યતીત કરવા કાજે.!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *