ગિરગઢડા
ભરત ગંગદેવ…
વિશ્વ વિખ્યાત સોમનાથ મહાદેવ નાં સાનિધ્ય માંથી યાત્રાધામ થી યાત્રાધામ ને જોડતી એસ.ટી બસ સેવા માં ચાલતી સોમનાથ થી અંબાજી રૂટ ની બસ ને ઉપાડવા નો સમય જે રાત્રીનાં બાર વાગ્યે હતો તેથિ યાત્રિકો ને ઘણી મુશ્કેલીઓ પડતી હોય તેથી આ બાબતે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા એ જુનાગઢ વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ અને પરિવહન અધિકારી પીલવાયકર સાહેબ ને રજુઆત કરેલ જેની તાત્કલિક અમલવારી કરી ને બસ નાં સમય ફેરફાર્ કરી આપેલ છે. તો તારીખ ૧૪/ ૦૪ /૨૦૨૨ ને ગુરુવાર પછી થી દરરોજ સાંજે ૬ :૪૦ વાગ્યે સોમનાથ થી ઉપાડશે ને વેરાવળ થી સાંજે ૭ વાગ્યે મળશે જેની દરેક યાત્રિકો એ આજથી નવા સમય ની નોંધ લેવી.
આજરોજ આ બસ ને ગુજરાત રાજ્ય મેરી ટાઈમ બોર્ડ નાં ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા નાં સાથ સહકાર થી વેરાવળ પાટણ સનાતન હિંદુ સેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ કુહાડા નાં હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ આ પ્રસંગે તેમની સાથે સનાતન હિંદુ સેવા સમિતી ના મહામંત્રી મહેશભાઈ વાજા તથા લુહાર સમાજ ના પ્રમુખ મહેશભાઈ મકવાણા તથા વેરાવળ જનરલ સિંધી સમાજ ના પ્રમુખ લાલાભાઇ ઘી વાળા તથા પરજીયા પટ્ટણી સોની સમાજ ના પૂર્વ પ્રમુખ લખુભાઈ સોની તથા એડવોકેટ સુરેશભાઇ બારોટ તથા પ્રભાસ પાટણ નાં બ્રહ્મ સમાજ નાં આગેવાન ભુપતભાઈ જાની તથા ખારવા સમાજ ના જનરલ મેનેજર વડીલ નારણભાઇ બાંડીયા વગેરે વેરાવળ પાટણ સનાતન હિંદુ સેવા સમિતી નાં સભ્યો એસ.ટી કન્ટ્રોલ પોઈન્ટ પર ટીસી કાન્તી ભાઇ વેરાવળ ડેપો ના હેડ મિકેનીક ઉમેશભાઇ પરમાર બસ ના ડાઈવર ખીમજીભાઈ અને કંડકટર પિયુષ ભાઈ ની ઉપસ્થિતિ માં મુસાફરો મો મીઠા કરાવી બસ પ્રારંભ કરાવેલ હતો આ બસ વેરાવળ થી કેશોદ જુનાગઢ જેતપુર રાજકોટ અમદાવાદ થઈને અંબાજી સવારે ૮,૩૦ પહોચશે.


