Gujarat

વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે સાવરકુંડલા સંસ્કાર વિધાલયમાં બાળકો દ્વારા વિજ્ઞાનમેળો યોજાયો.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા સંસ્કાર વિધાલયમાં વિજ્ઞાન મેળાનું ખૂબ સુંદર આયોજન થયું હતું ધોરણ પાંચથી આઠના વિધાર્થીઓ ભાઈઓ બહેનો દ્વારા આ વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આજનો દિવસ એટલે વિશ્વ વિજ્ઞાન દિવસ આજના દિવસે આપણા દેશના વિજ્ઞાનિકોને યાદ કરી તેમની પ્રતિભાને અભિવાદન કરવાનો દિવસ છે. આ સંસ્કાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રતિભાઓને યાદમાં સુંદર મજાનું આયોજન કરેલ હતું આજના દિવસે ડો.સી.વી રમણજી યાદમાં મનાવવામાં આવે છે અને  દરેક વાલીને આ વિજ્ઞાન મેળો નિહાળવા આમંત્રણ આપી વાલીઓ દ્વારા બાળકોને અભિનંદન પાઠવ્યાં હતાં આ વિજ્ઞાન મેળામાં  નગરપાલીકા પૂર્વ સભ્ય  શ્રી પ્રવીણભાઈ કોટીલા આ વિજ્ઞાનમેળા નિહાળી સંસ્કાર વિધાલય શિક્ષક ભાઈ બહેનોને આવું બાળકો પાસે સુંદર આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને બાળકોને  નોટબુકો આપી   પ્રોત્સાહિત કર્યા હતા..

IMG-20220228-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *