સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સમગ્ર ભારત દેશમાં માનવ અધિકારો ના રક્ષણ અંગે કાર્યરત ભારતીય માનવ અધિકાર એસોસિએશન (INDIAN HUMAN RIGHTS ASSOCIATION ) ના અમરેલી જીલ્લા મહામંત્રી તરીકે સાવરકુંડલાના રાજકીય અને સામાજિક અગ્રણી અરવિંદ મેવાડાની વરણી કરવામાં આવી છે. આ સંસ્થાની નવી દિલ્હી ખાતેની કચેરીની સુચના મુજબ ભારતીય માનવ અધિકાર એસોસિએશન અમરેલી જીલ્લા પ્રમુખ શ્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા શ્રી અરવિંદ મેવાડાની વરણી કરવામાં આવી છે. સાવરકુંડલા તથા સમગ્ર અમરેલી જીલ્લામાં હરહંમેશ લોકપ્રશ્નનો અંગે અધિકારીઓ અને સરકારશ્રીમાં રજુઆત કરનાર અરવિંદ મેવાડાની આ વરણીથી લોકોની પાયાની મુશ્કેલીઓ તથા લોકોના માનવ અધિકારોનુ રક્ષણ કરવાનો પ્રયત્ન થશે. ભારતીય માનવ અધિકાર એસોસિએશનના અમરેલી જીલ્લા મહામંત્રી તરીકે અરવિંદ મેવાડાની વરણીને સર્વત્ર આવકાર મળી રહ્યો છે.


