Gujarat

વીરપુર જૂથ ગ્રામ પંચાયત સરપંચ પદ નો વિવાદ  કોર્ટમાં ચાલતા સરપંચ પદે ઉષાબેન વીરસિંહ ભાઈ રાઠવા ની તરફે ચુકાદો

છોટાઉદેપુર તાલુકાની વીરપુર જૂથ ગ્રામ પંચાયત ની સરપંચ પદ માટેની જાહેરાત સામે વાંધો ઉઠ્યો હતો જેમાં ચૂંટણી અધિકારીએ સરપંચ પદ ના જીતેલા ઉમેદવાર તરીકે ઉષાબેન વીરસિંહ ભાઈ રાઠવાને જીતેલા જાહેર કર્યા હતા.જેમાં હારેલા સરપંચ ના ઉમેદવાર અંધારીબેન દ્વારા ચૂંટણી પ્રક્રિયા ને પડકારતી અરજી છોટાઉદેપુર ના નામદાર સિવિલ જજ ની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.નવા ચૂંટાયેલા સરપંચે ૨૦ જાન્યુઆરીએ પદ સંભાળવાનો હોય સામે વાળાઓએ મનાઈ હુકમ ની માંગણી કરી હતી. જેથી આજરોજ નામદાર કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર તેમજ સરપંચ ઉષાબેન ના વકીલ  સંજયભાઈ રાઠવા ની દલીલો ને માન્ય રાખી અંધારી બેન ની અરજી ના મંજૂર કરી. ઉષાબેન ને તરફે હુકમ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220119-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *