Gujarat

વેરાવળ તાલુકાના નાવદ્ધા ગામે મેડીકલ કેમ્પ યોજાયો…

વેરાવળ તાલુકાના નાવદ્ધા ગામે મેડીકલ કેમ્પ યોજાયો…
   ગિરગઢડા તા 1
   ભરત ગંગદેવ.
 વેરાવળ તાલુકાના નાવદ્ધા ગામે વેરાવળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની પાંચાભાઇ વાળા દ્વારા વેરાવળ હોસ્પિટલના સહયોગથી વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં ઉસ્માનીયા હોસ્પિટલના ડોક્ટર એ એસ કાલાવડ સાહેબ એમડી ફિઝિશિયન દ્વારા દરેક પ્રકારની તકલીફ બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, હૃદયરોગ તેમજ હાર્ટને લગતી દરેક પ્રકારની અને લો બ્લડપ્રેશર બીપીની તકલીફ, તેમન કોઈપણ પ્રકારના થાઇરોડ, કિડનીને લગતી તકલીફો, આંતરડા ને લગતી તકલીફો,કમળો, ઝેરી કમળો, હિપેટાઇટિસ તેમજ મગજને લગતી તકલીફ જેવી કે એપિલેપ્સી, માઈગ્રેન તેમજ શ્વાસને લગતી તકલીફો જેવી કે ન્યુમોનિયા, ટી.બી વગેરે જેવા રોગો તકલીફોનો સચોટ નિદાન કરી યોગ્ય સારવાર આપવામાં આવેલ હતી. આ તકે પ્રવીણભાઈ વાળા તેમજ તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઉસમણિયા હોસ્પિટલ વેરાવળ ના સ્ટાફ તેમજ ગામના યુવાનો દ્વારા તમામ દર્દીને યોગ્ય સારવાર આપવામાં સહકાર આપ્યો હતો. આશરે ૧૫૦ દર્દીઓએ લાભ લીધો હતો.પાંચાભાઈ વાળા પ્રમુખ  તાલુકા પંચાયત વેરાવળ, ઉપપ્રમુખ તાલુકા ભાજપ વેરાવળ દ્વારા આવા કાર્યો કરવા તેમજ સરકારી યોજના લોકો સુધી પહોંચાડવા તે મારો મારા વિસ્તાર માટે મોટો પ્રથમ પ્રયત્ન કાયમ રહેશે. આવા કાર્યથી આનંદ અનુભવું છું. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સરપંચ કાનજીભાઈ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો નારણભાઈ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. અને આ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ તકે ડોક્ટર સાહેબ નો પણ આભાર માનવામાં આવ્યો હતો…

IMG-20220228-WA0202.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *