Gujarat

વેરાવળ (સોમનાથ) રેલ્વે સ્ટેશનમાં ખુટતી સુવિધાઓ અંગે…

 ગિરગઢડા તા 1
ભરત ગંગદેવ.
વેરાવળ રેલ્વે સ્ટેશનમાં કોરોના મહામારીના સમયથી રેલ્‍વે મુસાફરો માટે ડી.પી.ટી. ટીકીટ સેવા બંધ હોય તે ફરી શરૂ કરવા તેમજ વેરાવળ સ્‍ટેશનમાં વાહન પાર્કીગની સુવિઘા ન હોવાથી ટુ-વ્‍હીલર ચાલકોને આડેઘડ મેમો આપી હેરાન કરવામાં આવી રહેલ છે.
આ ઉપરાંત યાત્રાધામ સોમનાથ મંદિર નજીક આવેલ વેરાવળ (સોમનાથ) રેલ્વે સ્‍ટેશન થી લાંબા અંતરની દેશના અન્‍ય યાત્રાઘામોને જોડતી ટ્રેનો શરૂ કરવામાં આવે તો યાત્રાળુ-શ્રધ્ધાળુઓને સોમનાથ આવવા માટે સુવિધા મળી શકે તેમ છે.
કોરોના મહામારી પહેલા મુસાફરોને એક થી બીજા સ્‍થળે જવા માટે સીઘી એક ટીકીટ મળતી હતી પરંતુ આ સુવિઘા કોરોના મહામારીના હીસાબે બંધ કરવામાં આવેલ જે છેલ્લા બે વર્ષથી બંઘ હોય તેથી આ સુવિધા ફરી શરૂ કરવાની જરૂરી છે. આ સુવિધા બંધ હોવાથી મુસાફરોને હેરાનગતિ થઇ રહી છે.
કોરોના કેસો ઘટેલ હોય જેથી મુસાફરોને રેલ્વે તરફથી મળતી તમામ સુવિઘા ઘીમે ઘીમે પૂર્વવ્રત થઇ ગયેલ હોય પરંતુ આ ડી.પી.ટી. ટીકીટની સુવિઘા ફરી શરૂ કેમ થયેલ નથી. ? આ સુવિઘા સત્‍વરે શરૂ કરવા તેમજ ટીકીટોમાં અપાતા દરેક જાતના કનસેશનો પણ પહેલાની માફક આપવાનું શરૂ કરવા વિનંતી છે.
વેરાવળ રેલ્‍વે સ્‍ટેશન પર ટીકીટ લેવા સહીતની કામગીરી માટે આવતા લોકો તેમના વાહનો લઇ ને આવતા હોય પરંતુ વાહન પાર્કીગની સુવિઘા ન હોવાથી વાહન સાઇડમાં રાખેલ હોવા છતાં કેસો કરી હેરાનગતી કરવામાં આવી રહેલ છે. ટ્રેનના સમયે પરીવારજનોને મુકવા આવતા લોકો હેરાન થતા હોય જેથી વાહન પાર્કીગ માટે યોગ્ય સ્થળ ફાળવવા જરૂરી છે.
વેરાવળ રેલ્‍વે સ્ટેશને જયારે મેજીસ્‍ટ્રેટ આવવાના હોય તેવા સમયે વાહન ચેકીંગની કામગીરી બતાવવા માટે લોકોને આડેઘડ મેમો આપવામાં આવી રહેલ છે અને તેમાં પણ મોટા ભાગના ટુ-વ્‍હીલર વાહન ચાલકોને જ મેમો આપી પરેશાન કરવામાં આવે છે જયારે રેલ્વે સ્ટેશનમાં જે સ્થળે વાહનો રાખતા લોકો પાસેથી દંડ લેવામાં આવી રહેલ છે તે સ્થળ પાસે જ ગેરકાયદેસર રીક્ષાવાળા તથા ફોર-વ્‍હીલરો જોવા મળતા હોય છે પરંતુ તેમને કયારેય પણ મેમો આપવામાં આવતા નથી. આવી ભેદભાવભરી કામગીરી કરનારાઓ સામે કાર્યવાહી કરી સામાન્‍ય વર્ગના લોકોને થતી હેરાનગતીમાંથી મુકિત અપાવવા અને રેલ્વે સ્ટેશને કાયમી માટે પાર્કીગની સુવિઘા ઉભી કરવી જરૂરી છે.
જગ વિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરે આવતા શ્રધ્ધાળુઓને રેલ્વે મારફત આવવા માટેનું એકમાત્ર સ્‍ટેશન વેરાવળ-સોમનાથ હોય જેને ઘ્‍યાને લઇ યાત્રાઘામ સોમનાથ થી વૈષ્‍ણોદેવી, રામેશ્વરમ, જગ્‍નનાથપુરી, હરીદ્રાર સહિત દેશના અન્‍ય યાત્રાઘામોને જોડતી લાંબા અંતરની ટ્રેનો વેરાવળ-સોમનાથ થી શરૂ કરવામાં આવે તો યાત્રીકો વધુ સંખ્યામાં આવી શકે અને મહાદેવના દર્શનનો લાભ લઇ શકે તેમજ બહારથી આવતા યાત્રાળુઓથી ટુરીઝમ ઉઘોગને પણ ફાયદો થાય તેમજ આ વિસ્તારના લોકો પણ ટ્રેનો શરૂ થતા તેનો લાભ લઇ શકે અને રેલ્‍વેને પણ સારો એવો કાયમી ટ્રાફીક મળતો રહે તેથી આ તમામ બાબતોને ઘ્‍યાને લઇ વ્‍હેલીતકે વેરાવળ-સોમનાથ થી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા માટે ખાસ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી.

IMG-20220227-WA0326.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *