સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરી વિસ્તારમાં ૨૦ થી ૨૫ જેટલી આંગણવાડી બનાવવા ની બાકી હોય ઘણાય વિસ્તારમાં તો આંગણવાડીઓ ભાડાના મકાનમાં બેસે છે શહેરી વિસ્તારની હદમાં જે વિસ્તારમાં આંગણવાડી બનાવી હોય તે વિસ્તારમાં ૧૦૦ મીટરની ત્રિજયામાં બનાવવાની જોગવાઇ છે. શહેરી વિસ્તારમાં નવી આંગણવાડી બનાવવા માટે પછાત વિસ્તારના લોકો વિસ્તારના નગરપાલિકાના ચુંટાયેલા સદસ્યશ્રીઓને અવાર નવાર રજૂઆતો કરતા હોય છે નવી આંગણવાડીનું બાંધકામ કરવા માટે વિસ્તારના ચુંટાયેલા પ્રતિનિધિઓ લેટર પેડ ઉપર ભલામણ કરે છે નગરપાલિકા દરખાસ્ત કરે છે તેમજ જે તે સોસાયટી સંમતિ આપે છે રાજય સરકાર કરોડો રૂપિયા ફાળવે છે ..! પણ..નવુ આંગણવાડીનું બિલ્ડીંગ ન બનવાને કારણે શહેરના ભૂલકાઓ હેરાન થઇ રહયા છે વધુમાં નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે જણાવ્યું છે કે નવા આંગણવાડીના બિલ્ડીંગ બનાવવા માટે અધિકારીઓ
નગરપાલિકાની માલીકીની જગ્યા માંગે છે ..!જો નગરપાલિકા પાસે માલીકીની જગ્યા ન હોય તો ..! તે પછાત વિસ્તારમાં આંગણવાડી ન બને..? પછાત વિસ્તારોમાં આંગણવાડી ભાડાના મકાનમાં બેસે છે ત્યાં નવી આંગણવાડી બનાવવા માટે વિસ્તારોમાં જગ્યા છે અને નગરપાલિકા દરખાસ્ત કરે છે અને સોસાયટી સંમતિ આપે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભલામણ કરે છે પછી.. શુ.. ઘટે ..? પછાત વિસ્તારોમાં આંગણવાડીના બિલ્ડીંગ બનાવવા માટે જરૂરી છે જયારે વોર્ડ નંબર ૬ માં આવેલ દેવીપૂજક વિસ્તારમાં આંગણવાડી ભાડાના મકાનમાં બેસે છે દેવીપૂજક વિસ્તારમાં જગ્યા છે ત્યાં નવી આંગણવાડી બનાવી પડે તેમ છે ઇન્દિરા વસાહતમાં સાર્વજનિક પ્લોટમાં જગ્યા છે ત્યાં નવી આંગણવાડીનું બાંધકામ કરવુ પડે તેમ છે વેલનાથપરા વિસ્તારમાં નવી આંગણવાડીનું બાંધકામ કરવુ પડે તેમ છે નાના નાના ભૂલકાઓ હેરાન થઇ રહયા છે ત્યારે પછાત વિસ્તારોમાં આંગણવાડીના બિલ્ડીંગ બનાવવા માટે અમરેલી જિલ્લા ICDS શાખાને સુચના આપવા માટે રાજયના મુખ્યમંત્રીશ્રી,ભુપેન્દ્રભાઇ પટેલ અને મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી,શ્રીમતિ મનિષા રાજીવ વકીલ તેમજ સાંસદશ્રી નારણભાઇ કાછડીયાને નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે રજુઆત કરેલ છે તેમ અખબારી યાદીમાં જણાવાયું છે
