ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લાનાં સોડવ અને બરડા બંધારો બન્યા વિદેશી પક્ષીઓનું આશિયાનું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ની સંખ્યામાં વિદેેશી પક્ષિઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લા ના દરિયા કાંઠે આવી પહોંચ્યા..ખાસ કરી ને કોડીનાર અને દિવના સોડવ બંધારો પક્ષિઓના કલબલાટ થી ગુંજી ઉઠ્યો છે હજારોની સંખ્યામાં સોડવઃ બંધારા પર વિદેશી પક્ષિઓ આવી પહોંચ્યા છે..અંદાજે 65 પ્રજાતિ ના પક્ષિઓ આવી પહોંચતા ગીર સોમનાથ ના પક્ષિ પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે સાઈબરિયા અને મધ્ય યુરોપના મંગઓલિયા સહિત ના દેશો માં થી અહી ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે.
દર વર્ષે વિદેશ થી આવતા યાયાવર પક્ષિઓ ની અંદાજે 65 પ્રજાતિ અહી વેકેશન ગાળવા માટે આવે છે..જેમાં પેલીગન, ફ્લેમિન્ગો,કુંજ,કોમન ક્રુ અને સોલવર સહિત ની અલગ અલગ પ્રજાતિ ના પક્ષિઓ આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે વિદેશ થી આવનારી કુંજ ગુજરાત માં થતી મગફળી ના પાક લણવા સમયે આવે છે તેમજ પેલીગન અને ફ્લેમિન્ગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓ નો શિકાર કરી આનંદ લૂંટે છે હજારો ની સંખ્યા માં ગીર સોમનાથ જિલ્લા માં વિદેશી પક્ષિઓ આવે છે..
આમ જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લા ના મોટા ભાગે તળાવ અને દરિયા કિનારે વિદેશી પક્ષિઓ મોટી સંખ્યામાં આવે છે આવા મુખ્ય વિસ્તાર ને સરકાર વિકસિત કરી પક્ષી અભ્યારણ જાહેર કરે તો સ્થાનિક લોકોને રોજગારી પણ મળી શકે


