Gujarat

શ્રીજી ગૌ સેવા દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી સાવરકુંડલામાં રખડતી અને રેઢીયાર ગાયોને રજકો નાખવામાં આવે છે તેમના દ્વારા દર વર્ષે ૧૫ જાન્યુઆરીએ  ગુંદીના લાડવા ગાયોને ખવડાવવાનું આયોજન કરવામાં આવે છે.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
શ્રીજી ગૌસેવા દ્વારા દર ૧૫ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના બીજા દિવસે ગાય માતાને લાડવા ખવડાવવાનું આયોજન એ માટે કરવામાં આવે છે કે મકરસંક્રાંતિના પાવન દિવસે તમામ  ધર્મપ્રેમી માણસો ગાયને ઘૂઘરી ખવડાવી પુણ્યનું ભાથું બાંધે છે પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં ઘૂઘરીઓ ખવડાવવાથી ગાયોને આફરા ચડી જાય છે અને અમુક કિસ્સામાં ગાયોના મૃત્યુ પણ થાય છે શ્રીજી ગૌ સેવા દ્વારા વેટરનરી ડોક્ટર દાફડાસાહેબ સાથે ચર્ચા વિચારણા અને તેમની સલાહ અનુસાર ઓસડિયા યુક્ત લાડવા કરવાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે આ લાડવા ખાવાથી ગાયોને મહદઅંશે આફરા મા રાહત મળે છે અને આના ફાયદાઓ પણ અમોને જોવા મળ્યા છે ગૌમાતાને આફરાથી થતો મૃત્યુદર સાવરકુંડલામાં નહિવત છે જેના અનુસંધાને તારીખ  ૧૫ જાન્યુઆરીએ દર વર્ષે શ્રીજી ગૌસેવાના સદસ્યોની ટીમ જેના કાર્યકરો *દામજીભાઈ ચોટલીયા, ધ્રુવભાઈ વૈષ્ણવ ,પિયુષભાઈ બોરીસાગર ,રાહુલભાઈ મહાજન, મુન્નાભાઈ ગોરડીયા,  જીગ્નેશભાઈ ઓઝા ,ભાવિનભાઈ ગોરડીયા, હાર્દિકભાઈ  ચોડીગળા, હિરેનભાઈ ચોડીગળા ,બીપીનભાઈ ,રસિકભાઈ મહાશક્તિ, હિરેનભાઇ ડાભી સાધના સાપ્તાહીક ,વિશાલભાઈ અધ્વર્યુ, કાર્તીકભાઈ દોશી, ભાવીકભાઇ દોશી, જ્યાદા વગેરે તમામ સભ્યોને વહેલી સવારની તીવ્ર ઠંડી વચ્ચે પણ હસતા હસતા આ કાર્યની જવાબદારી સુપેરે નિભાવી છે આ કાર્યમાં આર્થિક અનુદાન માં કિરીટભાઈ ધીરજલાલ મગીયા અને ધર્મેશભાઈ દેસાઈ મુંબઈ તથા તેમનુ મિત્ર વર્તુળ દ્વારા અને સાવરકુંડલાની ગૌ પ્રેમી જનતા તથા શ્રીજીગૌસેવાના  સભ્યોના આર્થિક સહયોગથી આ કાર્ય ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયેલ છે આ એક ઈશ્વરીયકાર્ય હતું અને એમાં શ્રીજી ગૌસેવા ના તમામ સભ્યો પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનીએ છીએ કે આવા ઈશ્વરીયકાર્યમાં અમો નિમિત બન્યા આ એક યજ્ઞરુપી કાર્ય હતું. ગાયોના મોઢામા જતા લાડવા કે જાણે  યજ્ઞમાં આહુતિ પડતી હોય તેવું લાગતું હતું ખરેખર આવા ઈશ્વરીય અને માનવીય કાર્યમાં જે જે દાતાઓ એ પોતાના દાનરૂપી આહુતિ આપી છે તે તમામનો શ્રીજી ગૌસેવા હૃદયપૂર્વક આભાર પણ માન્યો હતો.

IMG-20220117-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *