Gujarat

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, દ્વારા આઠમા ઈન્ટરનેશનલ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા તારીખ 21/06/2022ના રોજ 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઠમા ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કાર્યકારી કુલપતિ ડૉ. લલિતકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કુલસચિવશ્રી ડૉ. દશરથ જાદવ, આચાર્યશ્રી, અધ્યાપકશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, 7 ગુજરાત નેવલ એન.સી.સી. યુનિટના ઓફિસરશ્રીઓ અને એન.સી.સી. કેડેટ્સ મળી કુલ 340 લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે કુલપતિએ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડૉ.જે.ડી મુંગરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સંયોજક તરીકે ડૉ.જે.ડી. મુંગરા, શ્રીમતી દ્રષ્ટિબેન બારીયા, કુ. ધરમબેન કચોટે કામગીરી કરેલ હતી.

IYD-1-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *