સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
આમ તો આ વૈશાખ સુદ ચોથ એટલે ગુજરાતની ગણેશ ચતુર્થી.. આ શુભ દિવસે ગુજરાતના લોકો ગણપતિ બાપાનું પૂજન અર્ચન ભારે શ્રધ્ધા અને આસ્થાભેર કરે છે.. ખાસ કરીને વર્ષના નવા ઘઉંના પાકને લોકો પ્રથમ વખત પોતાના ઘરમા આવેલ આ ઘઉંના લોટમાંથી ચુરમાના લાડવા કરી ગણપતિ બાપાને પ્રસાદ તરીકે ધરી નવા ઘઉંનો ખાદ્યપદાર્થ તરીકે ઉપયોગ શરૂ કરે છે. લોકો પોતાની આસ્થા અને શક્તિ મુજબ ચુરમાના લાડું બનાવે છે. વર્ષો પહેલાં એ ચુરમાના લાડુંમાં ઘરની ગૃહિણીઓ પૈસાના સિક્કા પણ નાખતી જોવા મળતી. પછી સૌ હોંશે હોંશે લાડું પસંદ કરી આરોગતાં . આમ લોકો પોતાના ભાગ્યની કસોટી પણ કરતાં. એમ કહેવાતું કે ભાગ્યશાળી હોય તેને જ લાડુંમાં સિક્કા મળે.. ખૈર હવે તો ધીમે ધીમે મિડિયા અને ટી. વી. ના યુગમાં દેખાદેખીમાં ઉજવાતા ગણેશ ચતુર્થી મહોત્સવ જે ભાદરવા માસમાં આવે છે તેને પણ લોકો ઉજવતાં થયાં છે.આમ પ્રથમ વંદન શ્રી ગણેશજીને એ ન્યાયે આજની ગણેશ ચતુર્થી નિમિત્તે સર્વે સાવરકુંડલાવાસીઓને અઢળક શુભકામનાઓ.

