Gujarat

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ૧૦૦૮ રાષ્ટ્રધ્વજ વિતરણ કાર્યક્રમ યોજાયો

વિસનગર
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એ જે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાને ઘર ઘર લઈ જવા માટેનું જે આહ્વાન કર્યું છે. અમારા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૦૮ રાષ્ટ્રધ્વજનું અમે આજે વિતરણ કર્યું છે. આ રાષ્ટ્રધ્વજ બાયો ડિગ્રેબલ મટીરીયલ માંથી બનાવવામાં આવ્યો છે. જેથી આ રાષ્ટ્રધ્વજને કોઈ અસર થાય તો માટીની અંદર મિક્ષ કરી દઈશું તો ૨થી ૬ અઠવાડિયાની અંદર તે માટીમાં ભળી જશે. આ રાષ્ટ્રધ્વજમાં અમે તુલસી અને બીજા ફૂલના બીજ પણ મૂક્યા છે. જેથી કરીને માટીના સંપર્કમાં આવતા એક નવો છોડ ઉગવાનો છે, જેમાં અને પર્યાવરણનું જતન કરવાનો અભિગમ અમે રાખ્યો છે.વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ભારત દેશના સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશને સમર્થન આપવા અને હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાન થકી દરેક નાગરિકના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા અને દેશભક્તિ રાષ્ટ્રવાદની ભાવનાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવા માટે ૧૦૦૮ તિરંગા વિતરણ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ દિવસમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલા ૧૦૦૮ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે આ રાષ્ટ્રધ્વજ તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન પોતાના ઘર પર લગાવી એક ફોટો પાડી વેબસાઈટ પર કોલેજની સાઈટ પર મૂકી યાદગાર ક્ષણ બનાવવામાં આવશે. આ કાર્યક્રમની અનોખી થીમ સમાજને એક વિશેષ સંદેશો પૂરો પાડવાની હતી. જેમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા દિન ૧૫માં રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો છે. જેમાં ૧૦૦૦ રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યા હતા. આર્ટ પેપરનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યા હતા. જેની અંદર તુલસી અને ફૂલોના છોડના બીજનો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે જેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ નુ ગૌરવ જળવાય અને પ્રકૃતિને લાભ થાય તે હેતુથી તેનો માટીના વાસણમાં અથવા જમીનમાં ધ્વજનો આદરપૂર્વક નિકાલ કરવામાં આવશે, તો જે થકી તેમાં રહેલ ફૂલ છોડના બીજ ૨-૬ અઠવાડિયામાં અંકુરિત થઈને ફૂલના રોપા બની તૈયાર થઈ જશે. જે આ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. યુનિવર્સિટી માટે આ એક ગૌરવની વાત છે. કારણ કે સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના સંસ્થાપક સાંકળચંદ દાદા પોતે સ્વાતંત્ર સેનાની હતા અને અમારું જે ટ્રસ્ટ જે નૂતન સર્વ કેળવણી મંડળ એના હોદેદારો અને નૂતન સ્કૂલમાં જે તે સમયે ભણતા વિદ્યાર્થીઓ પણ સ્વાતંત્ર્ય સેનાના ભાગીદાર હતા. એમને ચળવળમાં ભાગ લીધો હતો માટે અમારા માટે તો આ ગૌરવની વાત છે. જે માટે આ ઉજવણી કરવા માટે પ્રેરિત થઈએ એ જરૂરી છે.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *