Gujarat

સાણંદના વિરોચનનગરની કેનાલમાં મહિલા તેની દીકરી સાથે કુદી ઃ બંનેના મોત

સાણંદ
સાણંદના વિરોચનનગર ગામની સીમમાં આવેલી કેનાલ ફરી એક વખત લાશ મળવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિરમગામના નાના હરિપુરાની વહુએ તેની જ દીકરીને છાતીએ દુપટ્ટો બાંધી વિરોચનનગરની કેનાલમાં ઝંપલાવી દીધું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક માતા ઉપર પોલીસે હત્યાનો ગુનો નોંધાયો છે. સમગ્ર બનાવની વિગત સાણંદ જીઆઈડીસી પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વિરમગામ તાલુકાનાં હરીપૂરા ગામે ચેહરબેન ઉર્ફ લાલીબેન ગોપાલભાઈ ભરવાડ તેમની દીકરી રૂત્વીબેન (ઉં.૮)ને લઇ ગત ૨૦ ફેબ્રુઆરીએ સચાણા ખાતે તેના પિતા કાળુભાઈ ભવાનભાઈના ઘરે આવી હતી. અને ચેહરબેન ઉર્ફ લાલીબેન અને તેની દીકરી રૂત્વીબેન સાણંદના વિરોચનનગર ગામે મેલડીમાતાના દર્શન કરવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ ઘરે નહીં આવતા પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી. જેમાં માતા પુત્રીની લાશ વિરોચનનગરની કેનાલમાં હોવાની વાત તેના પરિવારજનોને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે લાશ મળવાની વાત વાયુવેગે પ્રસરતા લોકોના ટોળાં એકઠા થઈ જવા પામ્યા હતા. ચેહરબેન ઉર્ફ લાલીબેન ગોપાલભાઈ ભરવાડે પોતાની દીકરી રૂત્વીબેનને કોઈ કારણોસર પોતાના શરીરના છાતી ઉપર દુપટ્ટો બાંધી ઋત્વિને લઈને કેનાલમાં પડી દીકરીને પાણીમાં ડૂબાડી મારી નાખી અને પોતે પણ કેનાલમાં ડૂબી મરી જતાં સમગ્ર ઘટના અંગે જીઆઈડીસી પોલીસમાં તેઓના ભાઈ અરજણભાઈએ ફરિયાદ કરતાં પોલીસે મૃતક ચેહરબેન ઉર્ફ લાલીબેન ગોપાલભાઈ ભરવાડ વિરુદ્ધ પોતાની દીકરીની હત્યા કરવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

He-tied-a-scarf-around-his-daughters-chest-and-jumped-into-the-canal.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *