સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકા ના શેલણા ગામમાં સરપંચ તરીકે શ્રી મહેશભાઈ જેબલીયાએ ચાર્જ સાંભળ્યો ઉપસરપંચ તરીકે શ્રીઘનશ્યામભાઈ ઉકાણી ચૂંટાય આવ્યા. તાજેતરમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી તેમ સાવરકુંડલા તાલુકા શેલણા ગામ પણ ચૂંટણી યોજાય હતી તેમાં મહેશભાઈ જેબલીયા સરપંચ તરીકે જંગી બહુમતી સાથે ચૂંટાય આવ્યા હતા. સામેની પેનલની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ હતી અને મહેશભાઈ જેબલીયાની પેનલના દસે દસ સભ્યો સારી લીડ થઈ જીતી ગયા હતા. અને તારીખ ૨૪ના રોજ સરપંચનો ચાર્જ સાંભળ્યો હતો અને પ્રથમ બેઠક બોલાવી અને ગામના વિકાસની ચર્ચા કરવામાં આવી હતી પ્રથમ ગામમાં પીવાના પાણીની સારી વ્યવસ્થા થાય તે બાબતમાં પ્રાધ્યાન્ય આપવામાં આવ્યું હતું


