સાવરકુંડલા. તા
(બિપીન પાંધી દ્વારા)
..
સાવરકુંડલાનું ગઈકાલે કભી ધૂપ કભી છાંવ જેવું વાદળિયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળોની વચ્ચે સૂરજનારાયણ સંતાકૂકડી રમતાં જોવા મળેલ. ખેડૂતો માટે આવી પરિસ્થિતિ તો ચિંતાનો વિષય જરૂર બને પરંતુ આમજનતાને પણ આ બદલતી ઋતુનો મિજાજ આકરો તો જરૂર લાગે. સાવરકુંડલા શહેરમા છેલ્લા બે દિવસથી બપોરે સખત તાપ અને સાંજે ઠંડીનો ચમકારો જોવા મળતો હતો પરંતુ ગઈકાલે તો સાવરકુંડલા શહેરમાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો.. વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા શિતાગાર પવનો સાથે વાતાવરણમાં પલટો આવેલ. આમ જોવા જઈએ તો આ શિયાળાની ઋતુમાં જ વાતાવરણમાં અનેકવાર પલટા આવતા જોવા મળ્યાં છે. ખરેખર બદલતી હવામાનની પેટર્ન એ સૌથી વધુ ચિંતાનો વિષય છે. આમ તો કહેવાય છે કે ક્લાઈમેટ ચેન્જ એ આજનાં વૈશ્વિક પ્રદુષણની દેન છે. એમાં હવે તો ભારતીય સમુદ્રનાં વાતાવરણમાં થતાં ફેરફાર પણ નોંધનીય છે અને જો આવું જ રહ્યું તો અવારનવાર વાવાઝોડા અને અનિયમિત કમોસમી માવઠાની આફત પણ હવે દૂર નથી. પર્યાવરણીય ફેરફાર દ્વારા ખાસકરીને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને માટે તો આ બદલતી પેટર્ન લાલબત્તી સમાન છે. જો કે આજે વાતાવરણ તદ્દન વિપરીત જોવા મળયું.. સવારે ઠંડીનો માહોલ વચ્ચે આજે બપોરે ગરમીનો અનુભવ પણ થયો. માળું સમજાતું નથી કે એક ઋતુના સમયમાં બે ઋતુ કેમ થતી હશે… હજુ પણ સમય છે.. આ તો ફક્ત મોસમનો ઇશારો છે.. આવતાં દિવસો હજુ પણ પર્યાવરણીય દ્રષ્ટિએ ખૂબ જ કપરાં જવાના એ નિર્વિવાદ છે.

