સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આજરોજ વાદળિયા વાતાવરણ વચ્ચે કભી ધૂપ કભી છાઁવ જેવા વાતાવરણમાં છેલ્લા બે ત્રણ દિવસથી જોરદાર પવન પણ ફૂંકાતો જોવા મળેલ. જો કે આજે પવન ફૂંકાવાનું પ્રમાણ થોડું ઓછું છે. જો કે આકાશમાં છવાયેલા વાદળોને જોતાં કમોસમી માવઠાની શક્યતા સેવાઇ રહી છે.જો કે પૂર્વાનુમાન તો એવું છે કે આ વર્ષે ચોમાસાનો પ્રારંભ થોડો વહેલો થશે પરંતુ હાલ તો ઉનાળાનો સમય હોવા છતાં પર્યાવરણીય ક્ષેત્રે થતાં અનિશ્ચિત ફેરફારો માત્ર સાવરકુંડલા માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષ માટે ચિંતાનો વિષય ચોક્કસ કહી શકાય..

