સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ભારત દેશ એટલે વિવિધતાઓથી ભરપૂર જોવા મળે છે. અહીં વિવિધ ધર્મો, સંસ્કૃતિ અને પરંપરા ધરાવતાં લોકો જોવા મળે છે. ધાર્મિકતા જ આપણાં જીવનનું સૌથી મોટું ભાથું છે. આમ પણ શ્રધ્ધાને ક્યાં કોઈ પુરાવાની જરૂર છે. એ તો હ્રદયનાં ઊંડાણથી આવતો એક આવિર્ભાવ છે. આ સંદર્ભે સાવરકુંડલા શહેરમા પણ જુદા જુદા ધર્મ અને આસ્થાનાં પવિત્ર સ્થાનો જોવા મળે છે. સતીમાતાનું મંદિર તે પૈકીનું એક પવિત્ર આસ્થાનું સ્થાન છે. આમ આવાં પવિત્ર સ્થળોએ આસ્થા ધરાવતાં ભક્તજનો સતીમાતાનાં શરણે જઈને પોતાના જીવનની ધર્મ-ભાવનાને વધુ ભક્તિમય ઉર્જામય બનાવે છે. સાવરકુંડલા શહેરમા જે વી મોદી હાઈસ્કૂલ પાસે આવેલ ભટ્ટ પરીવારના સતીમાતાના મંદીરે સમુહ મહાપ્રસાદનું આયોજન કરેલ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સતીમાં ચેમ્બરના સભ્યો અને ભક્તો દ્વારા કરવામાં આવેલ હતું.


