Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સાવરકુંડલાનાં લોકોને વ્યાજબી ભાવે મીઠાઈ ફરસાણ મળી રહે તે અંગે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીએ સાવરકુંડલા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હવે નજીકમાં જ તહેવારોની મોસમ શરૂ થતી હોય યુધ્ધના ધોરણે ફરસાણ અને મીઠાઈ સંદર્ભે યોગ્ય ભાવ બાંધણું કરવામાં આવે તેવી સાવરકુંડલા શહેરના ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સાવરકુંડલા પ્રાંત અધિકારીને રજૂઆત કરવા આવી. આ સંદર્ભે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીએ જણાવ્યું હતું કે હાલ હિન્દુ ધર્મના તહેવારોની મોસમ ચાલી રહી છે. લોકો પણ વાર તહેવારે મીઠાઈ અને ફરસાણ બહોળા પ્રમાણમાં આરોગતાં હોય છે તો સાવરકુંડલા શહેરની હેલ્થ અને હાઈજીન માટે લોકોને ગુણવત્તા યુક્ત શુધ્ધ અને વ્યાજબી ભાવે ફરસાણ અને મીઠાઈ મળી રહે તે સંદર્ભે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ સતત ચિંતિત હોય વળી આવા તહેવારોના સમયે તંત્રની પણ ફરજ બની રહે કે લોકોને વ્યાજબી ભાવે ફરસાણ મીઠાઈ મળી રહે. તો આ સંદર્ભે તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવા તંત્રને રજૂઆત કરી છે.

IMG-20220818-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *