Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ માનવમંદિર ખાતે ડો. ભરત કાનાબાર સાહેબના હસ્તે આશ્રમના ભોજનાલયનું ખાતમુહૂર્ત તેમના હસ્તે થતાં ડો. કાનાબાર સાહેબે તેના એક ટ્વીટ દ્વારા જે ઉદગાર વ્યક્ત કર્યા તે ખરેખર મનનીય એ પ્રેરણાદાયી છે.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
વિશ્વ મહિલા દિવસની અનોખી ભેટ…સારા ના તો બધા સગા થાય.. પણ જે મનોરોગી બેનો છે એમના  સગા બની જવુ.. એમની સાથે પોતિકાપણું રાખવું એમની સેવા અર્થે તન મન ધન થી શક્તિ મુજબ જોડાયેલું રહેવું એ પણ  એક અહોભાગ્યની વાત છે. ડો. કાનાબાર સાહેબે આ તક ઝડપી અને સ્ત્રીદાક્ષિણ્ય અને માનવીય સંવેદનાનો અભિગમ દાખવ્યો એ ખરેખર પ્રશંસનીય કાર્ય છે. અને સંવેદનાસભર વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ જ આવું કાર્ય કરી શકે.આ સંદર્ભે ડો. ભરત કાનાબારના હસ્તે સાવરકુંડલા માનવમંદિરના ભોજનાલયના મકાનનું ખાતમુહૂર્ત કરવાનું સૌભાગ્ય તેમને મળતાં ખૂબ ખુશી અને હર્ષ સાથે એ સ્મૃતિને એક અણમોલ આભૂષણની જેમ સાવવી રાખવાની પ્રતિબધ્ધતા દર્શાવી
તેનાં શબ્દશઃ ટ્વીટમાં પણ તેણે આ લાગણી વ્યક્ત કરી હતી. અમરેલી જિલ્લાના કુંડલા હાથસણી રોડ પર આવેલા ભક્તિરામ બાપુનો માનવ મંદિર આશ્રમ એ વિખૂટા પડી ગયેલા અને જેમને પોતાના પરિવાર પણ સાચવવા તૈયાર નથી તેવા મહિલા મનોરોગીઓની સારસંભાળ લેતી ગુજરાતની કદાચ એક માત્ર સેવા સંસ્થા છે. ક્યારેય કોઈની પાસે મદદ લેવા માટે હાથ નહીં લંબાવવાના વ્રત સાથે ચાલતી બેનમૂન સંસ્થાના કામને કારણે લોકો સામે ચાલીને દાન આપતાં રહ્યાં છે. તોકતે વાવાઝોડામાં સંસ્થાના ભોજનાલયના મકાનનો સંપૂર્ણપણે નાશ થયો છે. જેને ફરી નિર્માણ કરવાનો પડકાર સંસ્થા સામે છે.

IMG-20220307-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *