સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૧૬-૫-૨૦૨૨ ના રોજ સાવરકુંડલા શહેરમા દેવળા ગેઈટ ભોજલરામ વાડી વજલપરા ખાતે ભોજલરામબાપાના ૨૩૭ મા જન્મોત્સવ પર્વ નિમિત્તે સવારથી ખૂબ જ ભાવ અને આસ્થાભેર ભક્તિપૂર્ણ વાતાવરણમાં પ. પૂ. સંત શ્રી ભોજલરામબાપાનું પૂજન અર્ચન કરવામાં આવેલ. આ પાવન પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જેમાં સત્સંગ સભા, મહાપ્રસાદ અને ભવ્ય સંતવાણી લોકડાયરો યોજાયો હતો આ પ્રસંગે શહેરના અનેક અગ્રગણ્ય સેવકોએ ભારે આસ્થાભેર આ પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે યોજાયેલ સત્સંગ સભા તથા સંતવાણી લોકડાયરાની મોજ અનેક ભાવિકોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી માણેલ. આ પ્રસંગે પટેલ સમાજના અગ્રણીઓ, સાધુ, સંતોની પ્રેરક હાજરીમાં પ્રસંગની શોભામા અભિવૃદ્ધિ કરી હતી.એકંદરે પ. પૂ. સંત શ્રી ભોજલરામબાપાનો આ જન્મજયંતિ પર્વ ખૂબ ભાવ અને આસ્થાભેર ભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવાયુ.
સંતવાણી લોકડાયરો કાર્યક્રમમાં પણ લોકોએ આ કાર્યક્રમમાં મનભરીને માણ્યો હતો.


