ગત રોજ ગેબનશા દાદા ના ઉર્ષ ની બોડેલી ખાતે દબદબાભેર ઉજવણી કરાઈ હતી,
બોડેલી ખાતે આવેલ હજરત ગેબનશાપીર દાદાની દરગાહ અહીંયા હિન્દૂ મુસ્લિમ તમામ જ્ઞાતિ ના લોકો પોતાની આસ્થા લઇ ને આવે છે, અને તેમની મનોકામના પૂરી થાય છે આ દરગાહ ખૂબ જૂની છે અને લોકપ્રિય પણ છે
તારીખ 14 રવિવારના રોજ સાંજે જુલૂસ સાથે સંદલ શરીફ ચડાવવામાં આવ્યું હતું અને રાત્રે આમ નીયાજ નું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજે દિવસે સોમવારે ગઈકાલે ઉર્સ મનાવવામાં આવ્યો હતો જેમાં મશહૂર કવાલ અનવર જાની અને ફીરદોસ બાનુ નો કવાલી નો શાનદાર પ્રોગ્રામ યોજાયો હતો જેમાં કોમી એકતાની ઝલક જોવા મળી હતી આ કાર્યક્રમમાં સૈયદ સાબીર બાપુ માંકણીવાળા તથા બોડેલી ના સરપંચ કાર્તિકભાઈ શાહ ઢોકલીયા ના સરપંચ મહેશભાઈ બારીયા અલી ખેરવા થી વિઠ્ઠલભાઈ રાઠવા અનવર ભાઈ મન્સૂરી અનવર ખાન પઠાન સાજીદ ભાઈ ધાબાવાલા વિજયભાઈ પટેલ આકાશ ઠક્કર ઈસ્માઈલ કુરેશી સહિત ગામ ના તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમી એખલાસ નું વાતાવરણ બનાવ્યું હતું ખૂબ ઉત્સાહભેર અને ધામધૂમથી ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


