Gujarat

સાવરકુંડલા શહેરમાં વાદળિયા વાતાવરણ વચ્ચે શરદપૂનમનું પર્વ શરદનો વૈભવ થોડો ઝાંખો લાગે છે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજે શરદપૂનમની રઢિયાળી રાત હશે, આભમાં ઉગશે એ ચાંદલો એવી માજમ રાત હશે.. સાવરકુંડલા શહેરમાં હવે પ્રકૃતિના આ સોળ કળાના સ્વરૂપને માણવા માટે કુદરતે કદાચ પરવાનગી નહીં આપી હોય એટલે જ સમગ્ર ગગન હાલ વાદળોથી છવાયેલું છે. આમ ગણીએ તો આ દિવસને વર્ષનો સર્વ શ્રેષ્ઠ દિવસ કહેવામાં આવે છે અને એટલે જ આપણાં વડીલો જ્યારે ખુશ થઈને આશિર્વાદ આપે છે ત્યારે અનાયાસે એના મુખમાંથી સરી પડતાં શબ્દો કંઈક આવા હોય છે. શતમ જીવં શરદ. એટલે કે શરદના પ્રભાવથી આપ સો વર્ષ કરતાં વધુ દીર્ઘાયુ ભોગવો. પરંતુ હાલ સમગ્ર વાતાવરણ સંપૂર્ણ રીતે શરદ ઋતુને અનુકૂળ નથી. હા, આજે સાવરકુંડલા શહેરના લોકો હજારો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જશે. દુધ પૌંવા કે દુધ પાકનો પણ આજે સારું વેચાણ થશે..જો કે ઊંધિયાની વાત કરીએ અને ભીમાજીભાઈ  પૂનાભાઈ પેંડાવાળા  ઊંધિયાના સ્પેશિયાલિસ્ટની યાદ તો અવશ્ય આવે. સોનામાં સુગંધ ભળે એમ આજે વળી પાછી ઈદેમિલાદનો પણ તહેવાર હોવાથી ખીર પણ ઘણા  લોકો આરોગશે. હા, આજે સવારે જ ઉઠતાંની સાથે શહેરના મશહૂર મિમિક્રી આર્ટિસ્ટ અનવરખાન પઠાણે પણ ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે ઈદેમિલાદની ઉજવણી કરવાની તૈયારીઓ આરંભી દીધી. એક વાત ચોક્કસ કે વાદળીયા વાતાવરણમાં ચાંદ અને એ શિતળ ચાંદનીનો આનંદ માણવાનું કદાચ આજે સાવરકુંડલા શહેરના લોકોના કિસ્મતમાં નહીં હોય તેવું હાલનું વાતાવરણ જોતાં લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *