સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર આવેલા ખોડિયાર ચોક પાસે ચોમાસાના વરસાદનાં બે છાંટા પડે તો પણ પુલ પાસે પાણી ભરાઈ જતાં આ સંદર્ભે આમજનતાની ફરિયાદ હતી. આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વરસાદના પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવેલ.. જો કે વાસ્તવિકતા તો એક સારો વરસાદ થાય ત્યારબાદ જ ખ્યાલ આવે..જો કે નગરપાલિકાની આ કામગીરી સરાહનીય છે.
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ પર આવેલા ખોડિયાર ચોક પાસે ચોમાસા દરમિયાન ભરાતાં પાણીનો નિકાલ કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા રોડની સાઈડમાં ખોદકામ કરી ત્યાં પાણીના નિહાર માટે આજરોજ સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય અશોકભાઈ ખુમાણના સીધી દેખરેખ હેઠળ આ કામ થતાં હવે ચોમાસાના વરસાદનું પાણીનો નિકાલ થશે એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. જો કે વાસ્તવિકતા તો હવે એક સારો વરસાદ થાય ત્યારબાદ ખબર પડે પરંતુ હાલ તો આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા લોકોની પાણી ભરાઈ રહેવાની પરિસ્થિતિનો અંત આવે એવું લાગે છે.

