Gujarat

સાવરકુંડલા સાંઈધામનાં કૌશિકગિરિએ લતાદીદીના નિધનના સમાચાર સાંભળીને ભારે હૈયે શ્રધ્ધાંજલી અર્પણ કરતાં તેની દીદીની યાદોંને વાગોળી સાવરકુંડલા ખાતે આવેલ સાંઈધામમાં સાંઇબાબા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મુકેશભાઈ સાદરાણી એડવોકેટનાં આદેશ મુજબ લતાદીદીના સ્મૃતિમાં એક વોટર કુલર સાથેનું પાણીનું પરબ તથા શ્રધ્ધાંજલી અર્પણ કરતાં સાંઈસતસંગનું પણ આયોજન કરવામાં આવનાર છે.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા સાંઈબાબાનું મંદિર અહીં મણીનગર ખાતે આવેલું સાંઈધામ સાવરકુંડલા શહેરનાં સાંઈભક્તોનું શ્રધ્ધાનું કેન્દ્ર છે. સાવરકુંડલા સાંઈધામનાં કૌશિકગિરિ ગોસ્વામીએ સ્વર કોકિલા લતાદીદીના નિધનના સમાચાર સાંભળીને ભારે હૈયે શ્રધ્ધાંજલી અર્પણ કરતાં દીદીનું સાવરકુંડલા શહેરમાં આવેલ સાંઈધામનાં કનેકશનને યાદ કરતાં જણાવ્યું હતું કે લતાદીદીએ આ મંદિરમાં રૂપિયા અગિયાર હજારનો ચેક મોકલાવ્યો હતો. વધુમાં તેની સ્મૃતિ યાદો વાગોળતાં સાંઈધામ સાવરકુંડલાનાં કૌશિકગિરિ ગોસ્વામી એ જણાવ્યું હતું કે દીદી લગભગ છેલ્લા દસેક વર્ષથી લતાદીદીના ખાસ અંગતમદદનીશ એવાં મહેશભાઈના સહયોગથી સંપર્કમાં હતા અને મોરંગીમાં સાંઈમંદિરની પ્રતિષ્ઠા સમયે રાત્રિના કૌશિકભાઈને પોતાના રચેલાં ભક્તિગીતો મોરંગી ખાતે ગાવાની તક મળી તેનું રેકોર્ડીંગ પણ મહેશભાઈએ ખુદ કરીને લતાદીદીને સંભળાવેલ ત્યારબાદ કૌશિકભાઈએ જણાવ્યું હતું કે પછી તો આત્મીયતા વધતાં મહેશભાઈ કે જે તેનાં અંગત મદદનીશ છે. તેમના સહયોગથી દીદી સાથે વાત કરવાનો અવસર પણ પ્રાપ્ત થયેલ અને પછી તો દર વસંતપંચમીનાં રોજ તેમનો શુભ સંદેશ આવતો અને વાતચીત પણ દીદી સાથે થતી. આ ઉપરાંત દીદીએ પોતાની સ્મૃતિ રૂપે એક સરસ મજાની ભજનની બુક દીદીનો ફોટો તેના ઓટોગ્રાફ સાથેનો પણ  કૌશિકગિરિને મોકલાવેલ તથા એક સાંઈબાબાની કીચન ભેટ પણ મોકલાવેલ હતી અને વચ્ચે જ્યારે તબિયત ખરાબ થઈ ત્યારે પ્રથમ વખત કોરોના થયો ત્યારે કૌશિકભાઈએ પોતે શિરડી જઈને સાંઈબાબાનાં શરણમાં દીદીના સ્વાસ્થ્ય અંગે  પ્રાર્થના કરેલ અને દીદી  માટે ખાસ બાબાની સ્મૃતિ ભેટ પણ દીદીને મોકલાવેલ તેના બદલે પણ રિટર્ન ગીફ્ટ મોકલેલ. હાલમાં સાવરકુંડલા ખાતે સાંઈધામમાં દીદીના નિધનના દુખદ  સમાચાર સાંભળ્યાં પછી અહીં સાંઈધામમાં એક પરબનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પાણીનું પરબ વોટરકુલરની સુવિધા સાથેનું પાણીનું પરબ દીદીની સ્મૃતિમાં લગભગ આવતાં ગુરૂવાર સુધીમાં એ પરબનું કાર્ય પણ પૂર્ણ થશે અને દીદીને  શ્રધ્ધાંજલી સ્વરૂપે તેની સ્મૃતિમાં શ્રધ્ધાંજલી અર્પણ કરવા  સાંઈસતસંગનું આયોજન પણ થવા જઈ રહ્યું છે. આમ  દીદી દર વર્ષે વસંતપંચમીનાં રોજ ટેલીફોનીક શુભસંદેશ પાઠવતાં. આ વર્ષે તેની તબિયત નાજુક હોવાથી વાત ન થઈ શકી પરંતુ શુભેચ્છા સંદેશ તો તેમના વતી પાઠવવામાં આવેલ.
આમ સાવરકુંડલા શહેર ખરેખર ભાગ્યશાળી છે કે વિશ્વનાં શ્રેષ્ઠ ગાયકો પૈકીનાં લતાદીદીના સંભારણાં સાવરકુંડલા શહેરનાં દીદીના ચાહકોમાં પણ અવિરત ગુંજતાં રહેશે.

IMG-20220208-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *