Gujarat

સિક્કીમના મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

સોમનાથ
સોરઠના માધુપુર ઘેડમાં આજથી પ્રારંભ થનારા મેળામાં રાષ્ટ્રપતિ સહિત દેશના પૂર્વોત્તર રાજ્યોના આઠ મુખ્યમંત્રીઓ હાજરી આપવા આવી રહ્યા છે. જેમાં મેળામાં હાજરી આપવા જતા પહેલા સિક્કીમ રાજ્યના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ પોતાના મંત્રી મંડળના તમામ સાથીઓ સાથે જગવિખ્યાત સોમનાથ યાત્રાધામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી સહિતનાનું સ્થાનીક સરકારના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. તમામ સોમનાથ મંદિર ગયા હતા. જ્યાં સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ સહિત તમામ મંત્રીઓએ સોમનાથ મહાદેવના પ્રાતઃ દર્શન કરી ગંગાજળ અભિષેક સાથે મહાપુજા કરી પોતાના રાજ્ય અને દેશવાસીઓની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હર્તી મુખ્યમંત્રી તમાંગ સહિત તમામ સાથી સભ્યો મંદિર પરીસરમાં ફરી યાત્રાધામ સોમનાથના ઈતિહાસ અને વિકાસની માહિતી મંદિર ટ્રસ્ટના અધિકારી પાસેથી મેળવી પ્રભાવિત થયા હતા. આ તકે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રી સહિત તમામને સ્મૃતીભેટ આપી સન્માનીત કર્યા હતા.રામનવમી પર્વેથી પોરબંદરના માધુપુર ઘેડમાં પ્રારંભ થઇ રહેલા પ્રસિદ્ધ મેળામાં હાજરી આપવા પહોંચેલા સિક્કીમ રાજ્યના મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રી મંડળ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર પહોંચ્યા હતા. જ્યા મુખ્યમંત્રી સહિતનાઓએ મહાદેવને શીશ ઝુકાવી અને પૂજા અર્ચના કરી હતી.

All-the-ministers-including-the-Chief-Minister-of-Sikkim-bowed-to-Somnath-Mahadev.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *