Gujarat

સુરતના ખટોદરામાં ૧૯ જુગારીઓ ઝડપી પાડતી પોલીસ

સુરત
સુરતના ખટોદરા પંચશીલ નગરના ખુલ્લા પ્લોટમાં ચાલતા વરણી મટકાના અડ્ડા ઉપર પોલીસે દરોડા પાડી ૧૯ જણા ને ઝડપી પાડયા હતા. એટલું જ નહીં પણ પોલીસે ૧ લાખથી વધુનો રોકડ સહિત મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે વરલી મટકા નો અડ્ડો ચલાવતા અને રોકડ હિસાબ રાખતા બે ને વોન્ટેડ જાહેર કરી બન્ને ની શોધખોળ હાથ ધરી છે. રેડ બાતમીના આધારે પાડી હતી. જ્યાં મોટી સંખ્યામાં જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસને જાેઈ ભાગદોડ મચી ગઇ હતી. ૧૯ જણા ને પકડવામાં સફળ રહ્યા હતાં જાેકે ભીડભાડમાં અડ્ડો ચલાવનાર અને રોકડ હિસાબ રાખનાર બન્ને હાથ ટાળી આપી ભાગી ગયા હતાં. જુગારીઓની અંગઝડતીમાં રોકડા રૂપિયા ૨૬૫૮૦ મોબાઈલ ફોન નંગ- ૧૪, મો.સા નંગ-૪, ચાલુ હાલતની બોલપેન નંગ-૧૦, ખુરશી નંગ-૬, પાટીયા નંગ-૫, આંકડા લખેલ સ્લીપ બુકો નંગ-૧૧ મળી ૧,૦૩,૪૫૦ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ ના કોવિડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Khatodara-police-station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *