સુરત
પંજાબના અમૃતસરના મજીયા રોડ બેન્ક એવન્યુમાં સીંગ બ્રધર્સના નામે રણજીતસીંગ કાપડનો વેપાર કરે છે. રણજીતસીંગે ૧૪ જુલાઈથી ૩૦ જુલાઈ ૨૦૧૮ દરમિયાન સુરતના રીંગરોડ સહારા દરવાજા સ્થિત રાધા ક્રિષ્ણા ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા ૫૩ વર્ષીય વેપારી કેવલકિશનભાઈ નારાયણદાસ અસીજાએ રૂ.૨,૩૮,૨૮૪નું ડ્રેસ, સુટ, દુપટ્ટાનું કાપડ ખરીદ્યું હતું પણ નિર્ધારીત સમયે તેનું પેમેન્ટ કર્યું નહોતું. રણજીતસીંગે કેવલકિશનભાઈ ઉપરાંત સુરતના જુદા-જુદા માર્કેટના અન્ય ૧૮ વેપારીઓ પાસેથી પણ રૂ.૪૩,૭૯,૮૫૬નું કાપડ ખરીદી કુલ રૂ.૪૬,૧૮,૧૪૯ પેમેન્ટ કર્યું ન હતું. છેવટે ગતરોજ કેવલકિશનભાઈએ રણજીતસીંગ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.સુરતના ૧૯ વેપારીઓ પાસેથી રૂ.૪૬.૧૮ લાખનું ડ્રેસ, સૂટ, દુપટ્ટાનું કાપડ ખરીદી પંજાબના અમૃતસરના વેપારીએ પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી આચરી હતી. ભોગ બનેલા વેપારીઓ પૈકી રાધા ક્રિષ્ણા ટેક્ષટાઈલ માર્કેટના વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.


