Gujarat

એસ.ટી.બસ રોડ રોલર સાથે અથડાતા ૨૧થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા

પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઇવે ૨૭ ઉપર વારાહી રાધનપુર વચ્ચે પીંપળીના પાટીયા નજીક ભુજ તરફથી આવી રહેલી એસ.ટી.બસ રોડનું સમારકામ કરી રહેલા રોલર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એસ.ટી.બસમાં સવાર ૨૧ મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. આ અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને ઇજાગ્રસ્ત મુસાફરોને ૧૦૮ મારફતે સારવાર માટે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પાટણ જિલ્લાની રણકાંધીએથી પસાર થતા નેશનલ હાઇવે માર્ગો પર ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ યથાવત રહેવા પામી છે. ત્યારે રાધનપુર નેશનલ હાઇવે માર્ગ પર એસ.ટી.બસ રોડ રોલર સાથે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. બસમાં ૨૧ વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતાં.

ST-bus-collides-with-road-roller.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *