Gujarat

સુરતમાં અનિચ્છનીય બનાવ અટકાવવા પોલીસે ચુસ્ત બંદોબસ્ત કર્યો

સુરત
ડભોલી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા માલધારીઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આજે વિરોધના ચોથા દિવસે મોટી સંખ્યામાં કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. સાથે હજુ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામના ડભોલી વિસ્તારમાં તબેલાઓ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેના વિરોધમાં માલધારીઓ દ્વારા છેલ્લા ૪ દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે, ત્યારે આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે માલધારીઓ દ્વારા દૂધ ન વેચીને જરૂરિયાતમંદ લોકોને મફતમાં દૂધ આપવામાં આવ્યુ હતું. સાથે જ વિરોધના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં સાધુ-સંતો પણ જાેડાયા છે. દુધરેજના મહારાજ આવ્યા બાદ પણ અન્ય સંતો વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા આવી રહ્યા છે, જેથી રોજે રોજ મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન સ્થળે એકઠા થઈ રહ્યા છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *