Gujarat

સુરતમાં કારનું સ્ટીયરીંગ લોક થતાં કાર પલટી ગઈ

સુરત
સુરતના કતારગામ વિસ્તારમાં એક એવો અકસ્માત થયો, જેને જાેઈને લોકો પણ ચોંકી ઊઠ્‌યા હતા. કતારગામ પોલીસ સ્ટેશન પાસે લક્ઝુરિયસ જીપ સર્કલ પર આવ્યા બાદ ગાડીનું સ્ટીયરિંગ લોક થઈ જતાં અચાનક એ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં જઈ દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થતાંની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ડ્રાઈવર સહિત બેને ગાડીમાંથી બહાર કાઢ્યા હતા. જાેકે અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા જૂના પોલીસ સ્ટેશન નજીક સર્કલ ફરીને મેઇન રોડ પર આવતી ગાડીનું સ્ટીયરિંગ અચાનક લોક થઇ જતાં એ સામેની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. દુકાન પાસે ત્રણ યુવક ઊભા હતા તે માંડ માંડ બચ્યા હતા અને કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી. ગાડીનો અકસ્માતનો ધડાકાભેર અવાજ સ્થાનિક લોકો સાંભળતાં જ દોડી આવ્યા હતા અને તેમણે તાત્કાલિક ગાડીમાં રહેલા ડ્રાઈવર સહિત બેને તાત્કાલિક બહાર કાઢવાની કામગીરી કરી હતી. જાેકે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. જીપનું સ્ટીયરિંગ લોક થઈ જતાં અકસ્માત થયો હોવાનું ગાડીના ડ્રાઈવરનું કહેવું છે, પણ જે પ્રકારે અકસ્માત થયો હતો એને લઈને સમગ્ર વિસ્તારમાં ડર અને ભયનો માહોલ જાેવા મળ્યો હતો. જાેકે આ સમગ્ર અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જે રીતે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકો પણ ચોંકી ઊઠ્‌યા હતા. અત્યાધુનિક આ ગાડીનું સ્ટીયરિંગ એવું તે કેવી રીતે લોક થઈ ગયું, જેને લઈને આકસ્માત થયો. જાેકે કોઈનો જીવ જાેખમમાં મુકાયો નથી.સુરતના કતારગામ વિસ્તારમાં થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. કતારગામ પોલીસ સ્ટેશન પાસે સર્કલ પર દોડતી લક્ઝુરિયસ જીપનું સ્ટીયરિંગ લોક થઈ જતાં એ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. ત્યાર બાદ જીપ દીવાલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. જીપ જ્યાં ધડાકાભેર અથડાઈ ત્યાં નજીકમાં ત્રણ યુવક ઊભા હતા, તેમનો બચાવ થયો હતો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

Luxurious-jeeps-steering-wheel-locks-crashes-into-wall-on-wrong-side-overturns.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *