Gujarat

સુરતમાં બાળકોની સામે જ પિતાએ માતાને ગોળી મારી મારી નાંખી

સુરત
સુરતના કતારગામની એક સોસાયટીમાં વહેમીલા પતિએ અલગ રહેતી પત્ની ઉપર બાળકોની સામે ગોળી મારી પતાવી દેવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો હતો. છાતી, પેટ અને પગમાં વાગેલી ગોળી સાથે મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતા ઓપરેશનમાં લેવી પડી હતી. ૧૬ વર્ષના લગ્ન જીવનમાં ૭ વર્ષથી પરિણીત મહિલા બાળકો સાથે અલગ રહી પોતાનું ગુજરાન ચલાવી રહી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ શંકાશીલ પતિના મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી પત્નીએ બે વાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું બનેવીએ જણાવ્યું છે.પતિ કર્ણાટકનો રહેવાસી અને ફાયરિંગ કરવા જ સુરત આવ્યો હતો. ફાયરિંગ કરી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ટીનાએ ૧૬ વર્ષ પહેલાં અખિલેશસિંગ સાથે પ્રેમ લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી. જાેકે લગ્નના થોડા સમય બાદ જ અખિલેશ વહેમિલો હોવાનું સામે આવી ગયું હતું. કોઈ સાથે પણ વાત કરતી પત્નીને એલફેલ ગાળો આપવી અને શંકા કરી મારઝૂડ કરતો થઈ ગયો હતો. વેલ્ડીંગના કામકાજ સાથે સંકળાયેલા અખિલેશના બે બાળકોને લઈ ટીના ખૂબ જ ચિંતિત હતી. માનસિક તણાવમાં રહીને પણ એની સાથે જ જીવવા મજબૂર હતી. આખરે ટીનાએ બન્ને બાળકો સાથે અખિલેશને છોડવાનો ર્નિણય કરી અલગ રહેવા ચાલી ગઈ હતી. લગભગ ૭ વર્ષથી ટીના અલગ રહેતી હતી. કોર્ટમાંથી ભરણ-પોષણ આપવાના હુકમ પણ થયા હતા. કોરોના પહેલા છૂટેછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ કરી હતી. જાેકે કોર્ટ બંધ રહી હોવાના કારણે હજી કોઈ ર્નિણય આવ્યો નથી. રાજસ્થાનની રહેવાસી ટીનાને જે કોઈ મિત્ર કે, બહેન-બનેવી મદદ કરે એની સાથે અખિલેશ એના અનૈતિક સંબંધ જાેડી ગંદી ગાળો આપતો હતો. બનેલી ઘટના બાદ કતારગામ પોલીસના તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.માસૂમ દીકરીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું બનેવીએ વધુમાં જણાવ્યું હતું.

Husband-fired-at-wife.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *