Gujarat

સુરતમાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ

સુરત
સુરતના પુણા વિસ્તારમાં આવેલા વનમાળી જંકશન પાસે એક મંડપના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ભાગદોડ મચી ગઇ હતી. જાેકે ફાયર સ્ટેશન નજીકમાં હોવાથી કોઈ મોટી જાનહાનિ નોંધાય નહોતી. ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગને કાબૂમાં લીધી હતી.આગ લાગવા પાછળનું કારણ જાણી શક્યા ન હતાં. કોલ હતો.પુણાના વનમાળી જંક્શન નજીક આવેલા જય અબે મંડપના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ બાદ ત્રણ ફાયર સ્ટેશનને કોલ અપાયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા સમયસર ઘટના સ્થળે પહોંચી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો. પ્લાસ્ટિક સહિતની વસ્તુઓમાં લાગેલી આગ પર ફાયરના જવાનોએ કાબૂ મેળવી લીધો હતો. કોલ મળતા જ પુણા, કાપોદ્રા અને ડુંભાલ ફાયર સ્ટેશનની ગાડીઓને કોલ આપી ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી. આગ પતરાના શેડમાં લાગી હતી. આગમાં સોફા, ખુરશી, કાપડ સહિતનો સામાન સળગી ગયો હતો. જાેકે સમયસર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેવાઈ હતી.

A-fire-broke-out-in-the-godown-of-Chirai-Salt-Factory.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *