અમદાવાદ
અમદાવાદના ચાંદખેડા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં, મહિલાએ કહ્યું હતું કે તેણે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૦માં રાજસ્થાનના કોટામાં રહેતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.તે સમયે, મહિલાએ તેના પતિ અને સાસરિયાને લગ્ન બાદ પણ તે ભણવા માગતી હોવાનું કહ્યું હતું અને આ બાબતે સાસરિયાઓએ સંમતિ પણ આપી હતી. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્ન બાદ કોટામાં સાસરે શિફ્ટ થયા બાદ સાસરિયાઓ તેને અલગ-અલગ કારણથી ભણવા દેતા નહોતા. ઓગસ્ટ, ૨૦૨૦માં જ્યારે તેને પરીક્ષા આપવાની હતી ત્યારે મહામારી અને ત્યારબાદના લોકડાઉનના કારણે સ્થગિત રહેતા, તેના પતિએ તેને કોલેજના બદલે ઓનલાઈન પરીક્ષા આપવાનું કહ્યું હતું.આ દરમિયાન, મહિલા ગર્ભવતિ થઈ હતી અને તેણે તેના પતિને પિયર મૂકી જવા કહ્યું હતું, જેથી તે અભ્યાસ કરી શકે અને બી.કોમની પરીક્ષા આપી શકે. પરીક્ષા ૨૬ ઓક્ટોબર, ૨૦૨૦માં યોજાનારી હતી પરંતુ તે જ દિવસે તેની સાસુ અને નણંદ તેના ચાંદખેડામાં રહેતા તેના માતા-પિતાના ઘરે તેને કોટા પરત લઈ જવા માટે પહોંચી ગઈ હતી. જ્યારે તેણે પરીક્ષા આપ્યા બાદ તેમની સાથે પરત જવાની વાત કરી ત્યારે, સાસુ તેમજ નણંદે તેને માર માર્યો હતો. સાસુ અને નણંદે મહિલાના માતા-પિતાને જાે તેમની દીકરી પતિ સાથે રહેવા માગતી હોય તો દહેજમાં ૮થી ૧૦ લાખ રૂપિયા આપવા માટે કહ્યું હતું. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે, માર મારવાના કારણે તેને ગર્ભપાત થઈ ગયો હતો અને તેને ચાંદખેડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન જાે કે, આ દરમિયાન તેને ન તો તેનો પતિ મળવા આવ્યો કે સાસરિયાં. જે બાદ તેણે ચાંદખેડા પોલીસ સમક્ષ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.આજના આધુનિક યુગમાં પણ દહેજનું દૂષણ તેની મર્યાદાઓ વટાવી રહ્યું છે. સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં જ દહેજની અનેક ફરિયાદો પરીણિતાઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ રહી છે. ૨૪ વર્ષીય મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ અને દહેજ માંગ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે પરિવારના સભ્યોએ તેને બી.કોમની છેલ્લા વર્ષની પરીક્ષા ન આપવા દીધી હોવાનો અને પિયરમાં પાછી મૂકી આવ્યા હોવાની ફરિયાદ કરી છે. તેણે ફરિયાદમાં કહ્યું છે કે, સાસુ અને નણંદે માર મારતાં તેને ગર્ભપાત થઈ ગયો હતો.


