Gujarat

હાઈકોર્ટની ચાલુ સુનાવણીમાં ટ્રાફિક પોલીસના પીઆઈ કોકો કોલા પીતાં ચીફ જસ્ટિસ બગડ્યા

અમદાવાદ
બે મહિલા અને માર મારવાને મામલે કોર્ટના આદેશ પ્રમાણે પીઆઈ કોર્ટમાં હાજર રહ્યા હતા, જે દરમિયાન તેઓ કહી પી રહ્યા હોવાનું ચીફ જસ્ટિસના ધ્યાનમાં આવ્યું. ચાલુ કોર્ટમાં સુનાવણી દરમિયાન પીણું પી રહેલા ટ્રાફિક-પોલીસ અધિકારી પ્રત્યે મુખ્ય ન્યાયાધીશે નારાજગી દર્શાવતા ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું હતું કે લાગી રહ્યું છે કે તેઓ કોકો કોલા પી રહ્યા હોય ! એ બાદ આ પોલીસ અધિકારીના વલણ સામે કોર્ટે કહ્યું કે જાે પ્રત્યક્ષ રીતે ચાલુ હોત તો શું તેઓ કોકો કોલા લઈને આવ્યા હોત ! તેમના ઉપરી અધિકારી હાજર છે, તેમ છતાં તેઓ જાણે કેફેમાં હોય એ રીતે વર્તન કરી રહ્યા છે.. કોર્ટ ચીફ સેક્રેટરી ને શિસ્ત ભંગના પગલાં લેવા પણ કહેશે’. હાઈકોર્ટનાના નિર્દેશ બાદ અમદાવાદ એસ.જી. હાઈવે ટ્રાફિક-પોલીસના પીઆઈ સહિત બે પોલીસ કોન્સ્ટેબલ વર્ચ્યુઅલ કોર્ટમાં હાજર હતા, જેમાં ટ્રાફિક-પોલીસના પીઆઈ ચાલુ કોર્ટ દરમિયાન કંઈક પી રહ્યા હતા, જેની સામે મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે પોલીસ અધિકારીના વર્તન પ્રત્યે નારાજગી દર્શાવી. આ મામલે ચીફ જસ્ટિસે સરકારી વકીલ પાસે પૂછપરછ કરી. એ બાદ અધિક સરકારી વકીલ તરફથી તેમના વતી માફી પણ માગી. સરકારી વકીલે કહ્યું હતું કે આમ પણ તેઓ ચિંતામાં છે, જેની સામે ચીફ જસ્ટિસે જવાબ આપતાં કહ્યું હતું કે ‘હવે તેઓ વધુ મુશ્કેલીમાં મુકાશે, તેઓ અધિકારીને છોડશે નહિ’. સુનાવણી દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ હાજર હતા, જેથી એ પણ ટકોર કરવામાં આવ્યું કે તેમના ઉપરી અધિકારીની હાજરીમાં તેઓ જાણે કેફેમાં હોય એ પ્રકારે વર્તી રહ્યા છે, જે યોગ્ય બાબત નથી’. જે બાદમાં કોર્ટે પોલીસ અધિકારીના આ વર્તન બદલ હળવી ટકોર કરતાં કહ્યું, ‘તેઓ બાર એસોસિયેશનમાં કોકો કોલા કે અમૂલ જ્યૂસ-મિલ્કનાં ૧૦૦ ટિનનું વિતરણ કરે, ન હોય તો છેલ્લે સરકારી વકીલ ઓફિસમાં એ પહોંચાડે. માત્ર એટલું જ નહીં, પરંતુ કોર્ટે એ પણ કહ્યું હતું કે એ ટિન વકીલ પાસે પહોંચ્યાં છે કે નહીં એ અંગે ખાતરી કરવામાં આવે.

Gujarat-High-Court.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *