સુરત
બ્રહ્મ મહોત્સવ અંતરગત અખંડ ધૂન સાથે દિવસ રાત અખંડ ૧૦૮ ક્લાકનો રાસ યોજાયો. જેમાં દિવસે મહિલાઓ અને રાતે યુવાનો રાસ લઈ ભગવાન અને સંતોને રાજી કરી રહ્યા છે.આ પ્રસગે ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજનું ધ્યેય હતું કે, આપણે ભગવાન ભજવા અને અન્યને ભજાવવા. ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી અને ધર્મવલ્લભદાસજી સ્વામી પણ ભગવાન ભજે છે. લાખો જીવોને ભગવાન ભજાવી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નજરાણા રૂપ આ અખંડ ધૂન આપણા ગુસ્કુલને આંગણે થઈ રહી છે એ આપણા સૌના સૌભાગ્યની વાત હોવાનું પ્રભુ સ્વામીએ વધુમાં ઉમેર્યું હતું.સુરતના વેડ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરુકુલમાં સ્વામિનારાયણ મંત્ર ધૂનનો પ્રારંભ આજથી ૨૫ વર્ષ પહેલા થયો હતો. અખંડ ભજનાનંદિ સંત જાેગી સ્વામીએ અખંડ ધૂનનો પ્રારંભ કરાવ્યો હતો. સંતો વિદ્યાર્થીઓ તથા મહિલા તેમજ પુરુષ ભક્તો દ્વારા અખંડ ધૂન થઈ રહી છે.જેના ઉપલક્ષ્યમાં બહ્ર મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જેમાં ૧૦૮ કલાકનો અખંડ રાસ સાથે ધૂન મંડપને અભિષેક કરાયો હતો પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર આ અખંડ ધૂન નિર્વિઘ્ન પણે અવિરત ચાલુ રહી છે. પ્રારંભમાં સુરતમાં કોમી તોફાનો વખતે ધૂન ચાલુ રહી હતી. પ્લેગ આવ્યો ત્યારે આખુ સુરત ખાલી થઈ ગયેલું છતાં અખંડ ધૂન ચાલુ રહી હતી. કોરોના સમયમાં લોકડાઉન વખતે પણ દેશ વિદેશના યુવાનો તેમજ મહિલાઓ ઓનલાઇન ધૂનમાં મોટી સંખ્યામાં જાેડાયેલા. નજીકમાં રહેતા ભકતો પ્રત્યક્ષપણે ધૂન કરવામાં સફળ રહ્યા હતાં. જ્યાં બે લાખને અઢાર હજાર કલાકથી અખંડધૂન થાય છે. તે ધૂન મંડપ પણ એક તીર્થસ્થાન રૂપ બની ગયું છે. તે મંડપનો અભિષેક કરવામાં આવ્યો હતો. ધર્મવલ્લભદાસજી સ્વામીએ પ્રારંભમાં વૈદિક મંત્રો સાથે ધૂન મંડપ-મકાનનું અહોભાવથી પૂજન કર્યું હતું. દૂધ, દહીં, ઘી, મધ, ચંદન, આદિક ઉપચાર દ્રવ્યો બાદ જળથી ધૂન મંડપનો અભિષેક કરાયો હતો. સંતોએ અબીલ ગુલાલ તથા ૨૫૦ કિલો ફૂલપાંખડીઓથી અભિષેક કર્યો હતો.
