સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના નગરા ગામે બસ સ્ટેન્ડ પાછળ રહેતા ૩૯ વર્ષના જગદીશભાઈ ઉર્ફે જગો કાનાભાઈ ટીંબલ ગામમાં પાનનો ગલ્લો હોય વેપાર ધંધો તેમજ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. દૂધરેજ જતા નર્મદા કેનાલથી જમણી બાજુ નાળાથી મૂળચંદ રોડ પર જગદીશભાઈ સાથે ૭-૭-૨૦૨૨ના રોજ બનાવ બન્યો હતો. જેમાં જગદીશભાઈનો મોબાઇલ નંબર મેળવી સુરેન્દ્રનગરની સ્નેહા મીસ્ત્રી નામની છોકરીએ તેમની સાથે વોટ્સએપ અને ફોનથી વાતચીત કરી તેઓને ભોળવી લઇ પ્રેમજાળમાં ફસાવ્યા હતા. આ ઉપરાંત નગરા ગામના નરેશ ઉર્ફે બાબુ, સંજયભાઈ કલોત્રા, મેરૂ ઉર્ફે વીરૂ,ભવાનીભાઈ ભરવાડ, હિરાભાઈ ભરવાડ તેમજ તેનો મિત્ર ગઢવી તરીકે ઓળખાતો વ્યક્તિ સહિત તમામ માણસોએ સાથે મળી પૂર્વ આયોજીત કાવતરું ઘડ્યું હતું. અને મેરૂ ઉર્ફે વીરૂ ભરવાડે જગદીશભાઈને ગાળો આપી માર મારી તેમજ નરેશ ઉર્ફે બાબુએ જગીશભાઈને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી તેઓની પાસેથી બળજબરીપૂર્વક પૈસાની માગણી કરી રૂ. ૨,૩૦,૦૦૦ પડાવી લઇ વિશ્વાસઘાત કર્યો હતો. આથી આ શખસો તેમજ તપાસમાં ખૂલે તે તમામ સામે સિટી એ-ડિવિઝન પોલીસ મથકે તા. ૨૪-૭-૨૦૨૨ના રોજ જગદીશભાઈએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એમ.ડી.ચૌધરી ચલાવી રહ્યાં છે. બીજી તરફ નગરાના યુવાન સાથે હની ટ્રેપની ઘટના બનતા ચકચાર ફેલાઇ હતી. બંને ગાડીમાં દશેક મિનિટ પ્રેમભરી વાતો કરી ને નગ્ન થયા ત્યાં જ ૫ અજાણ્યા વ્યક્તિ આવ્યાઃ સ્નેહાનો ફોન આવતા જ બહુચર હોટેલથી ગાડીની પાછળની સીટમાં બેસાડી હતી. અને સંજય ગાડી હાંકતો હતો. અને નર્મદા પુલથી નીચે ઉતારી મૂળચંદ રોડ પર ગાડી ઉભી રાખી અને જગદીશ અને સ્નેહા ગાડીમાં બેઠા હતા. અને સંજય નીચે ઉતરીને કોઇકની સાથે મોબાઇલ ફોન પર વાત કરતો હતો. જગદીશ અને સ્નેહાએ ૧૦ મિનિટ સુધી ગાડીમાં પ્રેમભરી વાતો કરી અને બંને કપડા ઉતારી નગ્ન થતા તે અરસામાં ગાડી બહાર અવાજ થતા જગદીશે કાચમાંથી જાેયું તો કોઇ ૫ અજાણ્યા વ્યક્તિ ૩ બાઇક લઇ આવ્યા હતા. જેમાં ૨ વ્યક્તિએ મોઢે બોકાનું બાંધેલ હતું. ૧ વ્યક્તિ ગાડીનો કાચ ખખડાવી જગદીશને કહ્યું કે ગાડીનો દરવાજાે ખોલ અને દરવાજાે ખોલતાં જ તે વ્યક્તિએ જગદીશને લાફો મારી જગદીશનો મોબાઇલ ઝૂંટવી લીધો. સ્નહાએ દવા પીધી છે તેમ કહી બનાવ બાબતેની હકકીત છૂપાવવા ખર્ચા માટે રૂ. ૩.૫૦ લાખની માગઃ નરેશ રબારીએ જગદીશને નગરા ગામ બહાર બોલાવી કહ્યું કે પેલી સ્નેહાએ દવા પી લીધી છે અને તેને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા છે. અને લોકો આ બનાવ બાબતેની હકીકત છુપાવવા ખર્ચા માટે રૂ. ૩,૫૦,૦૦૦ની માગણી કરેલ છે. તેમ કહેતા જગદીશે નરેશને કહ્યું કે, હાલ રૂ.૧,૩૫,૦૦૦ ઘરે પડ્યા છે. જેથી નરેશ કહ્યું કે તો હું કાલે કહીશ અને જાે તુ રૂપિયા નહીં આપ તો તને સમાજમાં બદનામ કરી નાખીશું. અંદાજે ૨૨-૨૩ દિવસ પહેલાં અજાણ્યા નંબરથી તેમના વોટ્સએપમાં અંગ્રેજીમાં ‘એચઆઈ’ લખીને મેસેજ આવેલો. અમારા બંને વચ્ચે વાતચીત શરૂ થઇ. બાદમાં અંગ્રેજીમાં મેસેજ કરતા મને અંગ્રેજી આવડતું ન હોવાથી ફોન કરવાની કહેતા અજાણી સ્ત્રીએ મારું નામ સ્નેહા છે તેમ જણાવ્યું. હું તમને સારી રીતે ઓળખું છું અને તમે દર ૩-૩ દિવસે બાઇક લઇને સુરેન્દ્રનગર શાકમાર્કેટ આવો છો. તે સ્ત્રીએ જણાવ્યું કે તમો મને જાેશો પછી ઓળખશો અને પછી ત્રણ-ચાર દિવસ વોટ્સએપ તથા ફોનથી વાત થઇ હતી. ચાલુ ગાડીએ સંજય રબારીએ નરેશ ઉર્ફે બાબુ રબારીને બનાવની જાણ કરતા ઇક્કો ગાડી લઇને મૂળચંદ કેનાલે આવ્યો હતો. અને આ અજાણ્યા વ્યક્તિએ બાબુને કહ્યું કે, સ્નેહાએ દવા પીધેલ છે. ૭ લાખ આપ તો તારી ગાડી અને આ વ્યક્તિને છોડી દવ. તેવી વાત કરતા ભોગ બનનાર યુવાનનું બીપી ઘટી જતા બેભાન થઇ ગયો હતો. ૨૨-૭એ જગદીશભાઈને મોબાઇલમાં સહદવેભાઈનો ફોન આવ્યો અને કહ્યુ કે ભવાનીભાઈ ભરવાડે બાકીના રૂ. ૫૦,૦૦૦ મગાવ્યા છે. જગદીશભાઈએ કહ્યું કે અત્યારે મારા પાસે પૈસાની સગવડ નથી. જગદીશભાઈને ખાતરી થઇ ગઈ કે ગામના અને મિત્ર એવા સંજયભાઈ કલોત્રા અને નરેશે ફસાવેલ છે. કાવતરું ઘડનારા લોકોને માગણી મુજબના પૈસા દેવાના હોય અને જગદીશને તેમની પાસે જવામાં ડર હતો. આથી તેઓએ તેમના મિત્ર સુરેન્દ્રનગરના દેવાભાઇ ભરવાડને આ લોકોની માગણી મુજબના રૂ. ૧,૩૫,૦૦૦ તેમની સાથે મોકલાવેલા અને જગદીશભાઈના દીકરાને સાથે મોકલ્યો હતો. તે દિવસે સાંજના જગદીશનો મોબાઇલ તેમના દીકરા યોગેશને પરત કર્યો અને મોબાઇલના ડેટા ડિલેટ મારી દીધેલા હતા.વઢવાણ તાલુકાના નગરા ગામના યુવાનનો સ્નેહા મિસ્ત્રી નામની છોકરીએ મોબાઇલ નંબર મેળવી વોટ્સએપ અને ફોનથી વાતચીત કરી ભોળવી લીધો હતો. ત્યારબાદ પ્રેમજાળમાં ફસાવી તેમજ ગામના જ ૨ મિત્ર સહિતના શખસોએ માર મારી રૂ. ૨.૩૦ લાખ ખંખેરી લેતા ચકચાર ફેલાઇ હતી. આ બનાવમાં ભોગ બનનાર યુવાને છોકરી સહિત ૮ સામે સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

