Gujarat

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં નરમાઈની આગેકૂચ

નેચરલ ગેસ, મેન્થા તેલમાં ચાલુ સુધારોઃ કોટનનો વાયદો ઢીલોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.5853 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7103 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,83,589 સોદાઓમાં કુલ રૂ.12,971.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5853.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7103.31 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 64,189 સોદાઓમાં કુલ રૂ.3,140.73 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,720ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,835 અને નીચામાં રૂ.54,672 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.5 ઘટી રૂ.54,756ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.43 ઘટી રૂ.44,055 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.5,415ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,308ના ભાવે ખૂલી, રૂ.32 વધી રૂ.54,356ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,996ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,226 અને નીચામાં રૂ.68,718 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.153 વધી રૂ.69,166 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.145 વધી રૂ.69,128 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.141 વધી રૂ.69,130 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,199 સોદાઓમાં રૂ.1,122.41 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 ઘટી રૂ.207.40 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.4.20 ઘટી રૂ.268ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7.90 ઘટી રૂ.719.80 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.75 ઘટી રૂ.187ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 25,743 સોદાઓમાં કુલ રૂ.1,580.91 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,517ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,542 અને નીચામાં રૂ.6,381 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.55 ઘટી રૂ.6,461 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.70 વધી રૂ.394.90 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 195 સોદાઓમાં રૂ.9 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.28,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.28,300 અને નીચામાં રૂ.28,000 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 ઘટી રૂ.28,120ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.90 વધી રૂ.1007.10 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,299.07 કરોડનાં 2,373.518 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,841.66 કરોડનાં 266.663 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.710.80 કરોડનાં 11,00,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.870 કરોડનાં 22206250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.1.05 કરોડનાં 375 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.7.95 કરોડનાં 77.76 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,754.030 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 972.656 ટન, ક્રૂડ તેલમાં 664700 બેરલ અને નેચરલ ગેસમાં 34490000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 15275 ગાંસડી, મેન્થા તેલમાં 488.16 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.15.40 કરોડનાં 201 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,339ના સ્તરે ખૂલી, 8 પોઈન્ટ ઘટી 15,318ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.7,103.31 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.325.76 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.97.13 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,204.50 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,474.45 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.228.75 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.266.90 ખૂલી, ઊપરમાં રૂ.285.50 અને નીચામાં રૂ.213 રહી, અંતે રૂ.28.80 ઘટી રૂ.248.60 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.37.85 ખૂલી, ઊપરમાં રૂ.41.40 અને નીચામાં રૂ.36.65 રહી, અંતે રૂ.4.55 વધી રૂ.38.80 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.155 ખૂલી, ઊપરમાં રૂ.163 અને નીચામાં રૂ.141.50 રહી, અંતે રૂ.4 ઘટી રૂ.152 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,795 ખૂલી, ઊપરમાં રૂ.2,053.50 અને નીચામાં રૂ.1,778.50 રહી, અંતે રૂ.123 વધી રૂ.2,037 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.412.50 ખૂલી, ઊપરમાં રૂ.443 અને નીચામાં રૂ.381.50 રહી, અંતે રૂ.12 ઘટી રૂ.413.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.258 ખૂલી, ઊપરમાં રૂ.327.30 અને નીચામાં રૂ.244.70 રહી, અંતે રૂ.25.80 વધી રૂ.289.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.18 ખૂલી, ઊપરમાં રૂ.22 અને નીચામાં રૂ.17.85 રહી, અંતે રૂ.3.50 ઘટી રૂ.19.50 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.319 ખૂલી, ઊપરમાં રૂ.337 અને નીચામાં રૂ.282 રહી, અંતે રૂ.6.50 ઘટી રૂ.309.50 થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.980 ખૂલી, ઊપરમાં રૂ.1,038 અને નીચામાં રૂ.911.50 રહી, અંતે રૂ.34 ઘટી રૂ.991.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.67,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,475 ખૂલી, ઊપરમાં રૂ.1,533 અને નીચામાં રૂ.1,379 રહી, અંતે રૂ.119 ઘટી રૂ.1,451.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *