ગીર સોમનાથ
દર વર્ષે દેશ-વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે યાત્રાધામ સોમનાથની મુલાકાતે આવે છે. જેમ જેમ શ્રદ્ધાળુઓની મુલાકાતનો આંકડો વધી રહ્યો છે, તેમ તેમ જુદા-જુદા સમાજાે દ્વારા પણ યાત્રાધામ સોમનાથમાં ડોરમેટરી, અતિથિગૃહો જેવી સુવિધાઓ પણ વધારી રહ્યા છે. એવી જ રીતે સિદસર ઉમિયાધામ કડવા પાટીદાર સમાજ દ્વારા પણ સોમનાથ સાંનિધ્યે સુવિધા સંપન્નછ અતિથિગૃહ બનાવવામાં આવ્યું છે. જેનું કેન્દ્રી ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ સમાજના આગેવાનો અને લોકોની ઉપસિં તિમાં વર્ચ્યુકઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ છે. આ તકે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી રૂપાલાએ સમાજમાં કુપોષણને નાબુદ કરવા માટે ઝુંબેશ ચલાવવા અપીલ કરી હતી. જેમાં સમાજના લોકો એક-મેક થઇને કામ કરે તે માટે માર્ગદર્શન સાથે તેમણે આહ્વાન કર્યુ હતું. ઉમિયા માતાજી મંદિર સિદસર ટ્રસ્ટ દ્વારા યાત્રાઘામ સોમનાથમાં અત્યાધુનિક અતિથિગૃહ બનાવવાનો વિચાર સમાજના શ્રેષ્ઠીઓ વચ્ચે મુકવામાં આવ્યો હતો. જેને કડવા પાટીદાર સમાજના આગેવાનોએ આવકારી અનેક દાતાઓ દ્વારા અતિથિગૃહ બનાવવા માટે થનાર માતબર ખર્ચની રકમ અનુદાન રૂપે સમાજને આપી હતી. આ અતિથિગૃહ પાછળ થયેલા ૧૧ કરોડના ખર્ચથી વધુ રકમ સમાજને દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવી છે. તેના થકી જ સોમનાથના સાંનિધ્યે કડવા પાટીદાર સમાજના સુવિધાસભર ઉમા અતિથી ગૃહનું નિર્માણ થયું છે. ત્યાથરે કહી શકાય કે માતા ઉમાના આશીર્વાદથી પિતા એટલે કે મહાદેવ શિવના સાંનિધ્યમાં કડવા પાટીદાર સમાજ દ્વારા નવનિર્મીત અતિથિગૃહ સમર્પિત કરાયું છે. સોમનાથના સાંનિધ્યમાં શિતળા મંદિર પાસે હિરણ નદીની બાજુમાં ૩ વીઘા (૫૪ હજાર ચોરસમીટર) જમીન ઉપર ઉમા અતિથિ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગૃહમાં ૬૦ હજાર સ્કવેરફુટનું બાંધકામ કરાયું છે. ગૃહમાં ૩૫ રૂમ, ૨ ડોરમેટ્રી, ૪ હોલ, ૧ બેન્કવેટ હોલ, ૧ ડાઇનિંગ હોલ અને પાર્ટીપ્લોટની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ ગૃહ સોમનાથ આવતા યાત્રિકોને લાભદાયક બની રહેશે.જગવિખ્યાલત સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સિદસર ઉમિયાધામ કડવા પાટીદાર સમાજ દ્વારા રૂ. ૧૧ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ઉમા અતિથીગૃહનું કેન્દ્રીકય મંત્રી અને પાટીદાર અગ્રણી પુરૂષોત્તમ રૂપાલાએ વર્ચ્યુડઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ હતું. આ તકે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યાએમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને લોકો હાજર રહ્યા હતા. આ તકે પાટીદાર સમાજ કુપોષણ સામે ઝુંબેશ શરૂ કરે તેવી અપીલ પણ કરાઇ હતી.
